બેફામ દોડતી ટેન્કરે સાત ભેંસને ટક્કર મારી : ચાર મોતને ભેટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી હાઇવે સર્વિસ માર્ગ ઉપર બુધવારે રાત્રી બલીટા તરફથી આવી રહેલી ટેન્કર નંબર જીજે15-ટી-2718 ના ચાલકે પૂર ઝડપે વાહન હંકારી લાવીને સર્વીસ માર્ગ ઉપર ચાલતી સાત ભેંસને ટક્કર મારી દીધી હતી. સાત પૈકી ત્રણના બનાવના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્તને રાતા પાંજરાપોળના કાર્યકરો સારવાર અર્થે લઇ ગયા
હતા જ્યા વધુ એક ભેંસનું મોત થયું હતું.અકસ્માત બાદ જાણવા મળ્યું હતું કે, વાપી બલીઠાગામે વીજ કંપનીની પાછળ રહેતા સુખાભાઇ રઘુભાઇ ભરવાડની આ ભેંસો હતી. વળતર મુદ્દે માલિક અને ચાલક વચ્ચે વિવાદ થયો હતો.
ટેન્કરની હેડ લાઇટ પણ બંધ હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટેન્કર ચાલક બલીઠા તરફથી આવી રહ્યો હતો ત્યારે ટેન્કરની હેડ લાઇટ પણ ચાલુ નહિ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ટેન્કરનો જનરલ ઇન્સ્યુરન્સ પણ ત્રણ વર્ષથી પુરો થઇ ગયો હોવાની માહિતી મળે છે. જોકે, હાલ તો ટાઉન પોલીસે ટેન્કરના ચાલક આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...