તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: 70માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગાયાત્રા, સાંસદ અને ધારાસભ્ય જોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે ૭૦મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્ય સાથે ગુજરાતમાં ‘તિરંગા યાત્રા' તેમજ ‘યાદ કરો કુરબાની' કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જે અંતર્ગત વલસાડમાં પણ આ બંને કાર્યક્રમો 14મી ઓગષ્ટને સાંજે યોજાયા હતા.
વલસાડમાં તિરંગાયાત્રાની શરૂઆત આઝાદ ચોકથી થઇ હતી. તિરંગાયાત્રા પોલીસબેન્ડની સુરાવલી અને રાષ્ટ્રભકિતના ગીતોના ગાનની ગુંજ સાથે ૭૦ જેટલા બાઇક સવારો તિરંગા લહેરાવતા નીકળી હતી. સમગ્ર શહેર રાષ્ટ્રભકિતમાં લીન બન્યા હતા. તિરંગાયાત્રાના રૂટ ઉપર ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટુડન્ટ ક્રેડેટ, એન.સી.સી.ના સભ્યો,બાઇકર્સ ગૃપ દ્વારા દેશ ભકિત સુત્રો દર્શાવતા પ્લે કાર્ડ દર્શાવી લોકોમાં દેશભકિતની જાગૃતતા ફેલાવી હતી. શાળા કોલેજ દ્વારા તૈયાર કરાયેલા ટેબ્લો પણ પ્રદર્શિત કરાયો હતો. તિરંગાયાત્રા આઝાદ ચોકથી પ્રસ્થાન કરી નિયત રૂટ મુજબ હાલર રોડ થઇ સર્કિટ હાઉસ પહોંચી હતી, ત્યાંથી પોલીસ અધિક્ષકની કચેરી, કલ્યાણબાગ થઇ સમાપનના સ્થળ મોંઘાભાઇ હોલ, વલસાડ ખાતે આવી પહોંચી હતી. તિરંગાયાત્રા મોંઘાભાઇ હોલ, વલસાડ ખાતે આવી પહોંચતા રાષ્ટ્રધ્વજને સલામી આપી સન્માન સાથે ઉતારી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ મોંધાભાઇ હોલમાં ‘યાદ કરો કુરબાની' કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલન કરી પ્રતિજ્ઞા/ સમર્પણનો સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના દેશ ભકિત ગીતો સાથેનો કાર્યક્રમ યોજાયો હતો.આ તિરંગાયાત્રામાં વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઇ ટંડેલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમવીરસિંહ,નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત પદાધિકારીઓ, સ્થાનિક લોકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો