તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી GIDCમાં નો પાર્કિગ, વાહનો ડિટેઇન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી કોપરલી મુખ્ય માર્ગ તથા વીઆઇએ ચાર રસ્તાથી લઇને હોટલ પ્રાઇમ સુધીના માર્ગ ઉપર બંને તરફ આડેધડ વાહનો પાર્ક કરી દેવાતા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવતી હતી. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેકટર દ્વારા 10 જેટલા માર્ગોને એક તરફી વન વે પાર્કિગ જ્યારે ત્રણ માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનો અમલ 2જી સપ્ટેમ્બરદથી કરવાનો હતો જોકે, પોલીસ વિભાગ દ્વારા એ શક્ય બન્યું ન હતું. મંગળવારે જીઆઇડીસી પોલીસ અને વાપી ટ્રાન્સપોર્ટર સાથે જાહેરનામાના માર્ગોને સરવે કરીને બુધવારથી તેના કડક અમલ માટેનો દાવો કર્યો છે.
મંગળવારે પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યું * વાપી કોપરલી સહિત ત્રણ માર્ગોને નો પાર્કિગ જાહેર કરાયા છે
પોલીસ અધિક્ષક પ્રેમવીરસિંગ દ્વારા વાપી જીઆઇડીસી વિસ્તારની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કેટલાક માર્ગોને વન સાઇડ પાર્કિગ જ્યારે અતિ વ્યસ્ત એવા ત્રણ માર્ગોને નો પાર્કિગ ઝોન તરીકે જાહેર કરવા માટે કલેકટર રેમ્યા મોહનને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સંદર્ભે જીઆઇડીસીના ત્રણ માર્ગોને નો પાર્કિગ જ્યારે અન્ય 10 માર્ગોને એકી અને બેકી તારીખના આધારે વન સાઇડ પાર્કિગના ઓર્ડર કરતું જાહેરનામું બહાર પડ્યું હતું.
જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામું ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યું હતું જેનો અમલ 2જી સપ્ટેમ્બરથી કરવાનો હતો. જોકે, પોલીસ વિભાગ દ્વારા કોઇક કારણોસર આ જાહેરનામાનો અમલ થઇ શક્યો ન હતો. આખરે કલેકટરના જાહેરનામાના અમલ માટે મંગળવારે વાપી જીઆઇડીસીના પીઆઇ બી.જે. સરવૈયા, પીએસઆઇ જે.એ. પઢિયાર તથા ટ્રાન્સપોર્ટ એસોસિએસનના માજી પ્રમુખ અરવિંદભાઇ શાહ તથા અન્ય ટ્રાન્સપોર્ટર સાથે રાખીને નો પાર્કિગ જાહેર કરાયેલા તમામ માર્ગોને સરવે કર્યો હતો.
બુધવારથી જાહેરનામાનો કડક અમલ કરાવાશે
નો પાર્કિગ અને વન સાઇડ પાર્કિગ માટે સાઇન બોર્ડ મુકાયા ન હોવાના કારણે જાહેરનામાનો અમલ થઇ શક્યો ન હતો. જોકે, આવતી કાલ બુધવારથી જાહેરનામાનો કડક અમલ કરી. જાહેરનામના ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. - બી.જે. સરવૈયા, પીઆઇ, જીઆઇડીસી -વાપી
અન્ય સમાચારો પણ છે...