તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયામાં ઉછળ્યાં જોખમી મોજાઓ, તિથલ પર બીચ પર સહેલાણીઓનો ઘસારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: તિથલ દરિયા કિનારે મોજાની મસ્તી માણવા માટે છેલ્લા દાદર પર બેસેલ પિતા પુત્રીના દરિયામાં તણાવાના કિસ્સા બાદ વધુ સહેલાણીઓના જીવ ન જોખમાયએ માટે કિનારા પર ખાણી પીણી ની લારી લગાવતા લારીવાળાઓએ મુખ્ય બીચ પર દોરડા બાંધી કોર્ડન કર્યું છે. વલસાડ તિથલ દરિયા કિનારા પર વલસાડ સહીત આસ પાસના જિલ્લાના સહેલાણીઓ પણ આવતા હોય છે. ત્યારે અહી આવતા સહેલાણીઓ ઉત્સાહમાં આવી જઇ ભારતીના સમયે મોજા સામે ભીંજાવા માટે દરિયા નજીક જતા હોય છે.
 
પરંતુ ચોમાસું નજીક આવતા તિથલ દરિયાના મોજા ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોય છે. અને સુરક્ષા વગર દરિયામાં નાહવા પડેલા કે  વોલ નીચે બેસેલા સહેલાણીઓને દરિયાની થપાટ વાગતા ભરતી નાં દરિયાઈ મોજામાં ખેંચાઈ જાય છે. એવે સમયે તાજેતર માજ એક પિતા પુત્રી દરિયાઈ મોજા બંને તણાઈ ગયા હતા. જોકે તરવૈયાઓએ પુત્રીને બચાવવામાં સફળતા મેળવી હતી.
 
લોકોને ના પાડવા છતાં નીચે ઉતરતા હોય છે
 
ઘણી વખત લોકોને કહીએ છીએ કે નીચે ન જાઓ. પરંતુ ઉત્સાહી લોકો અમારી વાત માનતા નથી. જેના કારણે અમે દોરડા બાંધીણે કોર્ડન કરી દીધું છે. જેથી લોકોને ધ્યાન રહે કે દોરડાથી આગળ જવાનું નથી.- લાલુ પટેલ, ખાણી પીણીની લારી ધરાવનાર 
 
તસવીર: ચેતન મહેતા
અન્ય સમાચારો પણ છે...