તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં શૌચાલય નથી, નવીનવેલી પત્ની પિયર ચાલી ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી: વલસાડ તાલુકાના ઉંટડી ગામનાં ગ્રામ પંચાયતનાં પાછળનાં મહોલ્લામાં રહેતાં અલ્લાહરખ્ખુ ખલીફાએ પોતાની પહેલી પત્ની સ્વર્ગવાસ થતાં સાત માસ પહેલા પારનેરા ગામે રુબીના સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમના ઘરમાં શૌચાલય ન હોવાને કારણે તેમની નવી આવેલી પત્ની રુબીના પિયર જતી રહી છે. જેને લઈ અલ્લાહરખ્ખુ ખલીફા છેલ્લા ત્રણ મહિનાથી એકલવાયું જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
 
ગરીબ હોવાને કારણે ઘરે શૌચાલય ન બનાવી શકતા તેઓ સરકારની ઘરે ઘરે શૌચાલયની સ્કીમ હેઠળ શૌચાલય મેળવવા માટે છેલ્લા ચાર મહિનાથી ગ્રામ પંચાયતમાં ધકકા ખાઈ રહ્યા છે.  તેમ છતાં પણ ભ્રષ્ટ વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. પંચાયત દ્વારા તેમને વારંવાર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સરકારનાં પ્રતિનિધિઓ દાવો કરી રહ્યા છે કે તાલુકામાં ઘરે ઘરે શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે. જોકે આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે બીપીએલ કાર્ડ ધારકો હજુ સુધી શૌચાલયની સુવિધા મળી નથી.

સરકારની ઘરે ઘરે શૌચાલયની સ્કીમ ઉંટડી ગામમાં માત્ર કાગળ પર દેખાઈ રહી હોવાનું ફલીત થઈ રહ્યું છે. અલ્લાહરખ્ખુ ખલીફાએ  ભાસ્કરને જણાવ્યું હતું કે, મારી પત્નીની જીદ છે કે જો ઘરમાં શૌચાલય બનાવવામાં આવશે તો જ હું પિયરથી આવીશ. હાલ હું પત્ની વગર એકલવાયું જીવન વિતાવી રહ્યો છું. ગ્રામ પંચાયતમાં શૌચાલય માટે અનેક વખત રજૂઆત કરી ચૂક્યો છૂં. ઉપરાંત બીપીએલ રેશનકાર્ડ પણ ધરાવું છું છતાં મને સરકાર તરફથી શૌચાલયનો લાભ હજી સુધી મળ્યો નથી.         
અન્ય સમાચારો પણ છે...