તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: બળબળતા ઉનાળામાં પશુ-પક્ષીઓની તરસ છીપાવતું યુવા ગ્રૃપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: ઉનાળાની ધગધગતી ગરમીમાં માનવી જેમ તરસ્યો બને છે તેમ માસૂમ પશુઓ અને પક્ષીઓ પણ પાણીની શોધમાં રહે છે. વલસાડના સેવા મિત્ર મંડળના યુવાનોએ પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરીને શહેરનાં રહેણાંક વિસ્તારોમાં માટીની હેન્ગિંગ કૂંડીઓ અને કુંડાઓ મુકવાની  કામગીરી પાર પાડી છે. યુવાનોના આ ઉમદા કાર્યક્રમ હેઠળ વિવિધ વિસ્તારોમાં 100થી વધુ જગ્યાએ કૂંડીઓ મૂકવામાં હતી. 
 
પશુ-પક્ષીઓની પ્યાસ બુજાવવા કુંડા અને હેંગિંગ કુંડી વિવિધ વિસ્તારોમા 100થી વધુ જગ્યાએ મૂકી
 
ઉનાળામાં પક્ષીઓ અાકાશમાં વિહાર કરતાં નજરે પડે છે પરંતુ તેમને પાણીની બુંદ માટે ઝરા, ખાબોચિયાં,તળાવ, નાળા કે હવાળાની શોધ હોય છે. શહેરનાં રહેણાંક વિસ્તારોમાં ઘરો નજીક ચકલી, કાબર, કબુતર જેવાં નાના પક્ષીઓ પાણીની શોધમાં રહે છે. ઉનાળાની ઋતુમાં પાણીનાં આ સ્ત્રોત સૂકાઇ જતાં પક્ષીઓને દૂર દૂર સુધી પાણી માટે વલખાં મારવા પડે છે. ધરતી ઉપર પાણી પીવા માટે પક્ષીઓને કૂતરાં, બિલાડી, કે ટ્રાફિકની અસલામતી અને ભય હોય છે.
 
પક્ષીઓ ફફડતા હોય છે. જે હકીકતને પણ ધ્યાને લઇ વલસાડનાં જીવદયા પ્રેમી સેવા મિત્ર મંડળના યુવાનો દ્વારા પક્ષીઓની પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે શહેરનાં વિવિધ સ્થળો અને ઘરોનાં પટાંગણમાં માટીની  હેન્ગિંગ કૂંડી મૂકવાનું બીડું ઝડપ્યું હતું. જે અનુસાર સંસ્થાએ 45 ઘરોનાં પટાંગણોમાં આ પ્રકારની કૂંડીઓ લગાવી હતી. જ્યારે મૂંગા અબોલ પ્રાણીઓ માટે સંસ્થાના યુવાનોએ જમીન પર રાખવાના કુંડાઓનું વિતરણ કર્યું હતું. આશરે 70 જેટલા કુંડાઓનું વિતરણ મંડળના યુવાનોએ એકજ દિવસમાં કર્યું હતું. જેને શહેરીજનોએ પણ આવકાર આપ્યો હતો. આ માટીની કૂંડીઓને ત્રણ સાઇડથી સાંકળ વડે ફિટ કરીને લટકાવવામાં આવી હતી. શહેરના યુવાનોના બનેલા આ ગૃપે સમાજમાં પર્યાવરણની જાળવણી માટે લોકોને વિચાર કરતા મુકી દીધા છે. 
 
મંડળના યુવાનો નોકરીયાત અને વિદ્યાર્થીઓ હોવાથી રવિવારની પસંદગી 
 
સેવા મિત્ર મંડળ આશરે 200 યુવાનોથી વધુ યુવાનોનું બનેલું એક મંડળ છે. જેમાં વલસાડ નાં નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગના યુવાનો જોડાયેલા છે. જેમને માત્ર રવીવારેજ સમય મળતો હોવાથી વિતરણ માટે રવિવારની પસંદગી કરવામાં આવે છે.
 
માત્ર વલસાડ નહિ બીજા જિલ્લા અને તાલુકામાં પણ વિતરણ 
 
વિતરણ કાર્યની મંડળ દ્વારા હજી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પહેલાજ દિવસે જમીનના કુંડા અને હેંગિંગ કુંડીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર વલસાડ સહીત અતુલ, ધરમપુર, બીલીમોરા અને નવસારીથી પણ લોકોએ મંડળના યુવાનો નો સંપર્ક સાધી કુંડીઓ મેળવી હતી.
 
( તસવીર - જય પટેલ )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો