સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓેએ નીચે બેસી કરે છે અભ્યાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ:  ભીલાડ ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓનેની અપૂરતા વર્ગ ખંડ અને અપૂરતી બેંચો ના અભાવે પાથરણા પર બેસી શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. સરકારી વિનિયન કોલેજમાં સાયન્સના વર્ગ ખંડ માટે ફળવેલી બેંચો તૂટી ફૂટેલી છે.ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર તાલુકાના ગરીબ વિદ્યાર્થીઓને તાલુકા સ્થળે શિક્ષણ મળી રહે તે માટે ભીલાડમાં કોલેજની સ્થાપના કરવામાં સફળ થયા હતા.
 
ભીલાડ સરકારી કોલેજમાં બેન્ચીસો તૂટેલી હાલતમાં
 
ઉમરગામ તાલુકામાં કોમોર્સ અને આટ્સની કોલેજની સ્થાપના બાદ તાલુકાના વિદ્યાર્થીઓને સાયન્સનું શિક્ષણ પણ તાલુકામાં જ મળી રહે તે માટે ત્રણ વર્ષ પૂર્વે સાયન્સ કોલેજ ની મંજૂરી મળી હતી. પરંતુ મકાનના અભાવે ભીલાડની સરકારી વિનિયન કોલેજમાં સાયન્સ કોલેજનું  શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષથી તાલુકાના ગરીબ વિદ્યાર્થીઓ કોલેજનું શિક્ષણ લઇ રહ્યા છે. કોલેજમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેબ ન હોવાથી વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં પ્રેક્ટિકલ કરવા માટે જવું પડી રહ્યું હતું. સરકારી વિનિયન કોલેજનું મકાન આલીશાન હોવા છતાં સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે પૂરતા વર્ગ ખંડ નથી. વર્ગ ખંડમાં પૂરતી બેંચો ના અભાવે વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં પાથરણા પર બેસી શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.
અન્ય સમાચારો પણ છે...