તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: ટ્રેનમાં ઉભેલા યાત્રીઓના મોબાઇલ લૂંટતી ગેંગ સક્રિય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી સ્ટેશનના ઉત્તર ભાગે જ્યારે ટ્રેની ધીમી ગતિએ જતી હોય છે ત્યારે ટ્રેનના દરવાજા ઉપર ઊભેલા યાત્રીના હાથમાં લાકડાનો ફટકો મારીને મોબાઇલ ઝૂંટવીને ભાગી જતી ગેંગ કેટલાક દિવસથી સક્રિય થઇ છે. ખાસ કરીને પ્લેટફોર્મ નંબર 3 થી ટ્રેન જ્યારે અપ લાઇન ઉપર ટ્રેક ચેન્જ કરતી હોય છે ત્યારે ટોળકી તેનો ફાયદો ઉઠાવતી હોય છે. વાપી ઓદ્યોગિક નગરી હોવાના કારણે તથા પડોશમાં પર્યટક સ્થળ દમણ હોવાના કારણે પ્રતિદિન હજ્જારોની સંખ્યામાં લોકો વાપી સ્ટેશને આવતા હોય છે. વાપી સ્ટેશનેથી ટ્રેનમાં મુસાફરી કરનારા કેટલાક યાત્રીઓને હાલમાં કડવો અનુભવ થઇ રહ્યો છે.
 
વાપી જૂના ફાટક ઓવરબ્રિજ નીચે ટ્રેન ધીમી પડતા ટોળકી હાથમાં લાકડી મારી મોબાઇલ લૂંટે છે
 
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ વાપી સ્ટેશને કેટલીક ટ્રેનને પ્લેટફોર્મ નંબર 03 ઉપર હોલ્ટ અપાતો હોય છે. પ્લેટફોર્મ નંબર 3થી જ્યારે ટ્રેન સુરત તરફ રવાના થાય છે ત્યારે ઉત્તર છેડા ઉપર ટ્રેન જ્યાથી ટ્રેક ચેન્જ કરતી હોય છે ત્યા કેટલીક ગેંગ લાકડાના ફટકા લઇને ઊભા હોય છે. ટ્રેનમાં દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરતા યાત્રી કે મોબાઇલ ઉપર વાત કરનારાના હાથમાં જોરથી લાકડાનો ફટકો મારતા જ યાત્રી પોતાનો મોબાઇલ પડી જતા જ લઇને ફરાર થઇ જતા હોય છે. ખાસ કરીને રેલવે યાર્ડ વિસ્તારમાં જૂના ફાટક નજીક આ ટોળકી ઊભી રહેતી હોય છે. જે બપોરે અને સાંજના સુમારે આ નવી જ મોડસ ઓપરેન્ડીથી યાત્રીઓના મોબાઇલ ઝૂંટવીને ફરાર થવાને અંજામ આપી રહી છે. બીજી તરફ ટ્રેન પણ ત્યારબાદ ધીમે ધીમે સ્પીડ વધતી હોવાના કારણે યાત્રીઓ એક મોબાઇલ માટે ચેઇન પુલિંગ કરવાનું મુનાસીબ માનતા નથી.
 
લાકડાનો ફટકો લાગતા મોબાઇલ પડી ગયો ને...
 
ઉદવાડામાં રહેતી કાજલ પટેલે કહ્યું કે, સોમવારે બપોરે કોલેજ પુરી કરી વાપીથી મેમુ ટ્રેનમાં ઉદવાડા જઇ રહી હતી. મેમુમાં ભીંડ વધારે હોવાના કારણે અને ઉદવાડા જ ઉતરવાનું હોવાના કારણે દરવાજા ઉપર ઊભી હતી ત્યારે જ નીચેથી એક લાકડાનો ફટકો મારા હાથમાં જોરદાર રીતે વાગતા મોબાઇલ નીચે પડી ગયો હતો. મોબાઇલ લઇને યુવકો ફરાર થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો