વલસાડ: વનવાસી વિસ્તારની બહેનો હવે બની રહી છે સ્વનિર્ભર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: હવે મહિલાઓ પણ દરેકક્ષેત્રે કદમ મિલાવી રહી છે. માત્ર શહેરોમાંજ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારની અભણ અને ગરીબ મહિલાઓ સ્વસહાય જુથ યોજના હેઠળ નાનામોટા પ્રોજેકટમાં જોડાઇ પરિવારને મદદરૂપ બની રહી છે.પરિવારમાંથી પણ અમુક સભ્યો આ યોજનામાં સામેલ થઇ આવક મેળવી રહ્યા છે. કપરાડાના પાનસ ગામની ધોળા ડુંગર વનસહભાગી સમિતિ દ્વારા 2012માં જયલક્ષ્મી મહિલા સ્વસહાય જુથ મહિલા મંડળની રચના કરાઇ હતી. જેમાં આદિવાસી વિસ્તારની ગરીબ અને અભણ મહિલાઓ તેમજ મંડળીના સભાસદો ધીરે ધીરે જોડાતા ગયા. તેઓને કેવી રીતે રોજગારી મેળવી શકાય તે માટે વિવિધ પ્રકારની તાલીમ પણ આપવામાં આવી હતી.
સ્વસહાય જૂથ હેઠળ કપરાડાના પાનસ અને વાંસદાના ખાંભલા ગામની મહિલાઓ પગભર બની

વલસાડ વનવર્તુળના મુખ્યવન સંરક્ષક એસ.એમ.પટેલ, વલસાડ દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષક ડી.જે.ડામોર અને જિલ્લા કો-ઓર્ડિનેટર ભાવિશા રોહિતના માર્ગદર્શન હેઠળ નાગલી પાપડ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ લીધા બાદ અંદાજે 36 જેટલી સંઘની બહેનો અને 180 જેટલા મંડળીના સભાસદો આ કામથી પ્રેરાઇને રોજગારી મેળવતા થયા છે. નાગલી પાપડ તૈયાર થયા બાદ તેના વેચાણ માટે કપરાડા અને તાલુકામાં ભરાતા હાટબજારમાં મહિલા મંડળની બહેનો જાતે જઇ તેનું વેચાણ કરે છે. વનવિભાગ દ્વારા ધીરે ધીરે મહિલાઓ અને મંડળીના સભાસદો પગભર થતાં ગયા તેમ તેમ તેમને રોજગારી વધુમાં વધુ મળી રહે તે હેતુથી નાગલી પાપડ બનાવવાનું અદ્યતન મશીન પણ વસાવાયું છે. અંતરિયાળ વિસ્તારની આદિવાસી બહેનો અને સભાસદો મહિને અંદાજે 19 હજારની આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે.
આગળ વાંચો, નાગલીમાંથી મળતા પોશક તત્વો, પાપડ બાદ બિસ્કીટ બજારમાં આવ્યાં
અન્ય સમાચારો પણ છે...