તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીનીઓને બતાવી બીભત્સ્ય ક્લીપીંગ, વાનચાલકે કર્યો શારીરિક અડપલાંનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ પારડી સાંઢપોર વિસ્તારના તારાબાગ સોસાયટીમાં આવેલ શ્રી સ્વામીનારાયણ સંકુલમાં અભ્યાસ કરતી ૧૦ વર્ષની ૪ વિદ્યાર્થીનીઓએ શાળાની એક શિક્ષિકાને ફરિયાદ કરી હતી કે તેમને શાળાએ લાવતો વાનચાલક તેમની સાથે શારીરિક અડપલા કરી રહ્યો છે અને ધાક ધમકી આપી રહ્યો છે. જે વાત વિદ્યાર્થીનીઓના વાલીઓને જાણ થતા વાલીઓએ ભેગામળી વાન ચાલક ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

મોબાઇલમાં બીભત્સ વિડીઓ અને ફોટો દેખાળતો

શાળાએ બાળકોને લઇ જતા વાન ચાલકોને શર્મસાર કરી દેનારો કિસ્સો વલસાડમાં બન્યો છે. વલસાડનાં પારડી સાંઢપોર વિસ્તારની તારાબાગ સોસાયટીમાં આવેલ શ્રી સ્વામીનારાયણ વિધ્યાલયમાં અભ્યાસ કરતી ૧૦ વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાની એક શિક્ષિકાને ફરિયાદ કરી હતી કે, વાન ચકાલ પ્રકાશ પીઠવા તેણીને બીભત્સ વિડીઓ અને ફોટો મોબાઈલમાં બતાવે છે અને બાદમાં શરીરના અંગો પર હાથ ફેરવે છે. તેમજ વાતની જાન કોઈને પણ ન કરવાની ધમકીઓ આપે છે.

આચાર્યએ વાન ચાલક પાસે લખાવ્યું માફીનામું

૧૦ વર્ષીય વિદ્યાર્થીની દ્વારા આ પ્રકારની ફરિયાદ થતા શિક્ષિકા ચોંકી ઉઠી હતી અને તુરંત સમગ્ર ઘટનાની જાણ શાળાના આચાર્યને કરી હતી. જોકે આચાર્યએ આ વાત વિદ્યાર્થીનીઓના મોએ સાંભળી જેતે વિદ્યાર્થીનીનાં વાલીને શાળામાં બોલાવ્યા હતા. જોકે વળી રોષે ભરતા જેતે વાન ચાલકને પણ શાળામાં બોલાવવામાં આવ્યો હતો. જેમાં વાન ચાલકે કુલ ચાર ૯ અને ૧૦ વર્ષની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરવાની વાત સ્વીકારી હતી. શાળા દ્વારા વાન ચાલક પાસે લેખિત માફીનામું લેવામાં આવ્યું હતું. અને વાન ચાલક પ્રકાશ પીઠવાને ફરી તારાબાગ સોસાયટીમાં ન આવવાની તાકીદ કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, રોષે ભરાયાલા વાલીઓએ વાન ચાલકને ઢીબી નાખ્યો.....
અન્ય સમાચારો પણ છે...