તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજાણમાં મોબાઇલ દુકાનમાં તોડફોડ, ટપોરીઓએ વેપારીને ગાળ આપી માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરગામ: ઉમરગામ તાલુકાનું સુપરમાર્કેટ સમુ સંજાણ ગામના છેલ્લા કેટલાક સમયથી મારવાડી વેપારીઓની દુકાન ઉપર લુખ્ખાઅઓ દ્વારા ધમાલ કરવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં આજરોજ સવારે એક મોબાઇલની દુકાનમાં એક લુખ્ખા તત્વોએ વેપારી પાસે મોબાઇલ ફોનની કિંમત પૂછી ગાળ આપવાની શરૂ કરી અને વેપારીને તમાચો મારી કેટલાક સાથીઓને બોલાવી દુકાનમાં તોડફોડ કરવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

કેટલાક લુખ્ખાઓ મારવાડી વેપારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સંજાણ ગામના પંચાયત કચેરી સામે આવેલ વીજકુંજ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ‘ ધ વોઇઝ મોબાઇલ શોપ’ નામક દુકાન મધુસિંગ પરભુસિંગ ધરાવે છે. તા. 11 જુલાઇ 2016ના રવિવારની સવારે રાબેતા મુજબ દુકાન સંભાળતો નરેશ થાનારામ દરજી ઉ.વ.22 8:30 કલાકે દુકાન ખોલી દુકાનમાં રહેલ દેવી દેવવાની છબી સમક્ષ દીવા બત્તી કરતો હતો. સવારના 7 કલાકે એક છોકરો આવેલ અને મોબાઇલનું ઇયરફોન માંગેલ જેની કિંમત તેણે રૂ. 120 કહેતા આટલી કિંમત કેમ હોય તેમ કહી નરેશ દરજી સાથે બોલાચાલી શરૂ કરેલ બોણીનો સમય હોવાથી વેપારીએ ગ્રાહકને રૂ. 20 ઓછા આપી જવા કહેલ છતાં ટપોરી ગ્રાહકે વેપારીને ગાળો આપવાનું શરૂ કરેલ અને કહેવા લાગેલ કે મારવાડીને ચરબી ચડી ગઇ છે તે કહી વેપારીના ગાલ ઉપર બે તમાચા મારી દીધેલ અને બોલતો બોલતો હું હમણા આવું છું તેમ કહી જતો રહ્યો હતો.

પોલીસ ફરિયાદ કરશો તો મરાવી નાંખીશ

ઘટનાની જાણ નરેશ દરજીએ શેઠના નાનાભાઇ કરણસિંગ પરભુસિંગને ફોન કરી બનાવની વાત કરતા તુરંત જ કરણસિંગ દુકાન ઉપર આવી ગયેલએ અરસામાં ઝઘડો કરનાર ઇસમ તેની સાથે બીજા આઠેક માણસોને લાવી દુકાનમાં ઘુસી ગયેલ અને ફરી મારામારી શરૂ કરી દુકાનમાં રહેલ માલસામાનની તોડફોડ કરી વેરવિખેર કરી દીધેલ લેપટોપ, સીસીટીવી કેમેરા તોડી બે જેટલા વેપારીને ઇજાગ્રસ્ત કરતા લોહીલુહાણ કરી દીધેલ અને જતા જતાં પોલીસ ફરિયાદ કરશો તો મરાવી નાંખીશ કહી ગયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, સંજાણ પંથકમાં વેપારી પર અત્યાચારમાં ભારે નારાજગી....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો