વાપીમાં RPIના કાર્યક્રરોએ શાંતિ પૂર્ણ માહોલમાં ધરણાં પ્રદર્શન
ઉનામાં દલીત યુવકો ઉપર થયેલા અત્યાતચારના વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હિંસક આંદોલન ફાટી નીકળ્યા છે. રાજકોટ, અમદાવાદ બાદ ગુરૂવારે વડોદરા અને મહેસાણામાં પણ હિંસક પ્રદર્શન કરવામાં અવ્યું હતું. જોકે, આ બધામાં વલસાડ જિલ્લામાં શાંતિ જોવા મળી છે. અગાઉ પણ પાટીદાર અનામત આંદોલનમાં સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં જિલ્લાના વાપી અને વલસાડ જેવા શહેરમાં સંપૂર્ણ શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. આ વખતે પણ સમગ્ર રાજ્યમાં આંદોલન હિંસાત્મક રૂપ ધારણ કરી ચૂકયા છે એવા સંજોગમાં વલસાડ જિલ્લો સંપૂર્ણ શાંત જોવા મળી રહ્યું છે.
વાપી રીપબ્લિકન પાર્ટી "ફ ઇન્ડિયાના કાર્યકરોએ ગુરૂવારે બલીઠા સ્થિત મામલતદાર કચેરીએ એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપીને મામલતદાર આર.કે.માલવીશને આવેદન પત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર વતી મામલતદારને અપાયેલા આવેદન પત્રમાં અન્યાય ગ્રસ્ત દલીત યુવકોને તત્કાલ ન્યાય મળે તે માટે જલદ ન્યાયાલયમાં કેસ ચલાવીને આરોપીને કડક સજા કરવા માગ કરવામાં આવી છે. આ ધરણાં કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત આરપીઆઇ પ્રમુખ ભીમરાવ કટકેના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ધરણાં કાર્યક્રમ દરમિયાન કોઇ અણ બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો હતો.