તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: RPFએ બેભાન યાત્રીના બે લાખ પરિવારજનોને સુપ્રત કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી સ્ટેશને મોડી રાત્રીએ આવતી અવધ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ યાત્રી અચાનક બેભાન થઇને ઢળી પડ્યો હતો. હમાલ દ્વારા સૂચના મળતાં જ હેડ કોન્સટેબલ હરપાલસિંહ, કોન્સટેબલ સુનિલ મહાતે બેભાન યાત્રીને લઇને આરપીએફ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પ્રાથમિક સારવાર દરમિયાનમાં ભાન આવતા પોતાની ઓળખ અમરજીત તિવારી (27, પ્રાઇમ હોટલની પાછળ, ગુંજન -વાપી ) તરીકે થઇ હતી.
વાપી સ્ટેશને અમરજીત તિવારીના બેગમાંથી 2 લાખ મળ્યા હતા
યાત્રીની બેગની તપાસ કરતા આરપીએફને 02 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. અારપીએફ પીએસઆઇ હરેશકુમાર ચૌહાણે યાત્રીની પૂછપરછ કરતા સેલવાસ ખાતે તેમનો સાઢુભાઇ રહેતો હોવાનું જણાતા સાંઢુભાઇ પ્રેમપ્રકાશસિંહને પોલીસ સ્ટેશન ઉપર બોલાવી જરૂરી કાર્યવાહી કરીને 02 લાખ રૂપિયા ભરેલી બેગ પરત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો