તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થિનીઓએ એક જૂથ થઈ રોમિયોને ઝડપી પોલીસને સોંપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરગામ:ઉમરગામના નારગોલથી 5 વિદ્યાર્થિની વાપીની રોફેલ કોલેજમાં ભણવા આવે છે. કેટલાક સમયથી ટ્રેનમાં તેમજ અન્ય જાહેર સ્થળે ઉમરગામ રોહિતવાસ ફળિયાનો રહીશ સતીષ જાદવ વિદ્યાર્થિઓની મશ્કરી કરતો હતો. થોડા દિવસ પહેલા ગણપતિ વિસર્જન વખતે નારગોલ પહોંચી છોકરીઓની મશ્કરી કરી હતી. સોમવારે બપોરે વાપીથી મેમુ ટ્રેનમાં પાંચ વિદ્યાર્થિનીઓ મુસાફરી કરી સંજાણ સ્ટેશને આવતા રોમિયો સતીષ જાદવ (ઉ.30) રહે ઉમરગામ રોહિતવાસ મેમુ ટ્રેનમાં આટા ફેરા મારતા છોકરીઓએ પૂછયુ કે શા માટે હેરાન કરે છે.
નારગોલની વિદ્યાર્થિનીને પજવતો હતો, દીકરીઓની હિંમતને લોકોએ વખાણી

સતીષ જાદવ એકદમ ઉશ્કેરાયને એક છોકરીના ગાલે તમાચો મારી બિભત્સ ગાળો ઉચ્ચારીયા હતા. એક દિકરીના પગની અંગૂઠી ઉપર બૂટની એેડી મારી ઈજાગ્રસ્ત કરેલ. ટ્રેનમાં છોકરીઓ સાથે સતીષે મારામારી કરી હતી. સંજાણ સ્ટેશને યુવતીઓએ હિંમત દાખવી એક જૂથ થઈ રોમિયો સતીષ જાદવને પકડી સંજાણ આઉટ પોસ્ટ ચોકી ખાતે લઈ ગઈ હતી. પોલીસે સતીષ જાદવને પકડી પાડ્યો હતો. પોલીસ સમક્ષ આરોપીએ લેખિતમાં માફી માંગી હતી તેમજ દીકરીઓ સમક્ષ પણ હાથ જોડીને માફી માગી હતી.
બીજીવાર ભૂલ નહી કરવાની ખાત્રી આપી પોલીસ કાર્યવાહી નહીં કરવાની આજીજી કરી હતી પરંતુ સંજાણ પહોંચેલી આરપીએફની ટીમે રોમિયો સતીષ જાદવનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સતીષ જાદવ ઉમરગામ રોહિતવાસનો રહીશ છે ભૂતકાળમાં પણ નારગોલ ગામની દીકરી સાથે ખરાબ વર્તન કરી ચૂક્યો છે. અનેક વખત માફી માગ્યા બાદ માનસિક વિકૃતી ધરાવતો સતીષ જાદવ આ ઘટના બાદ ફરી એક વખત વિવાદમાં ફસાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો