યુવતીના કપડાં ફાડી નાંખનાર વધુ 5 પકડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુવતીના કપડાં ફાડી નાંખનાર વધુ 5 પકડાયા
- બે યુવાનો વલસાડના જયારે ત્રણ કકવાડીનાં ટંડેલ ભાઇઓજ નિકળ્યા

ડુંગરી: ડુંગરીના કકવાડી ગામના 15 થી 20 જેટલા કોળી પટેલ યુવાનોનું ટોળું શનિવારે જુની અદાવતનું વેર વાળવા જોલી ફળિયામાં રહેતા એક ટંડેલ યુવાનના ઘરમાં પહોંચી જઈ યુવાન ન મળતા તેની બહેન ઉપર હાથ નાંખી કપડા ફા઼ડી નાંખ્યા હતા. સોમવારે પોલીસે વધુ પાચની સોમવારે મોડી સાજંે બેની વલસાડથી અને ત્રણને કકવાડી ગામેથી ધરપકડ કરી જેલની પાછળ ધકેલી દીધા હતા.વલસાડના ડુંગરી નજીક કાંઠા વિસ્તારમાં આવેલા કકવાડી ગામના જોલી ફળિયામાં રહેતા સાવન સુરેશભાઈ ટંડેલની ગામના જ કેટલાક કોળી પટેલ યુવાનો સાથે જુની અદાવત ચાલી આવી હતી.

જે અદાવતનું વેર વાળવા માટે કકવાડી ગામના જોલી ફળીયા ખાતે રેહતા આકાશ ધનસુખ ટંડેલ (રહે.જોલી ફળિયંુ,કકવાડી),ભાવિન ઠાકોર ટંડેલ (રહે.જોલી ફળિયું, કકવાડી),કિષ્ન ભગ્રેષ ટંડેલ (રહે.જોલી ફળિયું, કકવાડી),સહિત વલસાડ થી આવેલ સાથી મિત્રો ઉમેશ મોહન ટંડેલ,(રહે.વલસાડ ભાગડા વડા, રણછોડરાય સોસાયટી),જીગર શિતારામ ટંડેલ (રહે.નાની ભદેલી કીષ્ના ગ્રેરેજ પાછળ),જોવો કકવાડી ગામે આવી ગમના 15 થી 20 યુવાનોનું ટોળું જોલી ફળિયામાં આવી પહોંચ્યું હતું.

જેઓએ સાવન સુરેશ ટંડેલના ઘરે પહોંચી જઈ સાવન કયાં છે એમ પૂછતા તેની બહેન ધર્મિષ્ઠા સાથે બોલાચાલી થઈ હતી. જે મામલો વધુ ગરમાતા આવેશમાં આવી ગયેલા કોળી પટેલના ટોળાએ ધર્મિષ્ઠાને ધક્કો માર્યા બાદ માર મારી કપડા ફાડી નાંખ્યા હતા. ઘટના અંગે ધર્મિષ્ઠાએ 181 અભ્યમ મહિલા હેલ્પ લાઈન ઉપર ફોન કરતા તાત્કાલિક આવી પહોંચી તેણીને લઈ ડુંગરી પોલીસ મથકે આવી પહોંચી હતી. ત્યાં યુવતીના કપડા બદલાવવામાં આવ્યા હતા. બનાવમાં સંડોવાયલા તમામ આરોપીને ડુંગરી પોલીસે ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...