તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: વિવાદ છતાં હાઉસિંગ માટે 2307 અરજીઓનું રજિસ્ટ્રેશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ શહેરમાં ગરીબોને પાકા મકાનો આપવા માટે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજનાની કાર્યવાહીમાં અત્યાર સુધી પાલિકાને 2307 અરજીઓ મળી ચૂકી છે.શહેરના આવા વિસ્તારોમાં ઝુંપડાની જગ્યાએ માલિકીધોરણે ફલેટ આપવા સામે ઉઠેલા વિરોધ વચ્ચે ઉઠેલા વિવાદ છતાં પાલિકાને 2016માં શરૂ કરાયેલી પ્રક્રિયા દરમિયાન જ ઓનલાઇનઅરજીઓનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે.જેને લઇ શહેરમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં વિકસિત આબાદી રચવાના કેન્દ્ર સરકાર પ્રાયોજિત હેતુ સાથે પાલિકાએ કવાયત હાથ ધરી છે.
 
વલસાડમાં પ્રધાનમંત્રી યોજનામાં પાકા મકાનો  મેળવવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આગળ આવ્યા
કેન્દ્ર સરકાર દ્વારા પાલિકાના શહેરી વિસ્તારોને પાકા મકાનો આપવા માટે સરવે થઇ ચૂક્યા છે.પાલિકાને એક વર્ષ અગાઉ યોજના માટે ઓનલાઇન અરજીઓ મળતા સારો પ્રતિસાદ મળ્યો છે. વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા પાલિકા તંત્રને 2300 અરજીઓ મળતા આ યોજના આગળ વધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. પાલિકામાં 2016 દરમિયાન શરૂ થયેલી આ કાર્યવાહીમાં 15 થી 16 જેટલા વિસ્તારોમાં કાચા મકાન અને ઝુંપડામાં રહેતા લાભાર્થીઓની 2307 અરજીનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે.

જ્યારે બીજી તરફ શહેરમાં ઝુંપડા દૂર કરવા સામેનો વિરોધ થતા પાલિકાએ આ મકાનો તેઓ જ્યાં વર્ષોથી રહેતા આવ્યા છે તે જ જગ્યાએ સુંદર ફલેટો આપવા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી હાઉસિંગ ફોર ઓલ યોજનાની નક્કી કરાયેલી પોલિસી માટે સમંતિ ઠરાવ મોકલ્યો છે.હવે પાલિકા આ યોજના માટે સરકાર દ્વારા જે પ્રક્રિયા પૂર્ણ કરવાની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.
 
કોઇનું પણ મકાન છીનવી  નહિ લેવાય તેવી કાર્યવાહી થશે
 
કોઇનું મકાન છીનવી લેવાની તેમાં આ યોજનામાં કોઇ વાત નથી.જે જગ્યાએ લાભાર્થીઓ રહે છે ત્યાં જ તેમને મકાન પણ મળી રહેશે.બાકી સુરત શહેરમાં અમલમાં મૂકાયેલી આ પ્રકારની યોજનામાં લાભાર્થીઓને 22 કિમી દૂર પાકા મકાનો આપવામાં આવ્યા હતા.>પારસ મકવાણા,ચીફ ઓફિસર, વલસાડ નગર પાલિકા
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો