વલસાડમાં વરસાદનું જોર ઘટ્યું, સાંજે એક ઝાપટું આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં બે દિવસની વરસાદની ધૂંઆધાર પારી બાદ રવિવારે રાતથી વરસાદે વિરામ લીધો હતો. સોમવારે દિવસ દરમિયાન પણ વાતાવરણ તડકાવાળું ખુશનુમાં જણાતું હતુ. જોકે, સાંજે એક બે ઝાપટાં આવી ગયા હતા. વલસાડમાં શનિવારે આવેલી વરસાદની ધૂંઆધાર પારી બાદ રવિવારે બપોર પછી વરસાદનું જોર ઘટ્યું હતુ. સમગ્ર જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નહીવત રહ્યો હતો.
 
શહેરમાં દિવસ દરમિયાન ઉઘાડ પડ્યો, સાંજે એક ઝાપટું આવ્યું
 
જોકે, દિવસ દરમિયાન જિલ્લામાં ક્યાંક ક્યાંક છાંટા પડ્યા હતા. જોકે, સોમવારે કપરાડામાં 28 મિમિ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે, શહેરી વિસ્તારમાં એકલ દોકલ ઝાપટાએ શહેરને બપોર પછી ભીનું કર્યું હતુ. ચાલુ વર્ષે આમ પણ ચોમાસાનો આરંભ મોડો થયો છે. જેમાં પણ છેલ્લા બે દિવસે જોરદાર વરસાદ પડયા બાદ ફરી વરસાદે પોરો ખાતા લોકો હવે રાહ જોઇ રહ્યા છે કે, ફરી ચોમાસુ બરાબર કયારે જામશે. જોકે બે દિવસ પડેલા ધોધમાર વરસાદ બાદ વલસાડ શહેરના નીચાણવાળા એવા દાણાબજારથી લઇ અનેક વિસ્તારોના વેપારીઓ અને રહીશો માટે પાણી પહેલા પાર બાંધવાની તક છે. જે આ ઉઘાડના સમયમાં  કરી શકાય તેમ છે. વહીવટી તંત્રએ પણ બે દિવસ દરમિયાન વર્તાયેલી ક્ષતિ સુધારવાની જરૂર છે.
 
( તસવીર - ચેતન મહેતા )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...