તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડની સરકારી કચેરીઓ જ બની મચ્છરોનું ઉદ્દગમ સ્થાન, ઠેર-ઠેર ગંદકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ : વલસાડ શહેરમા હાલ પૂરતો વરસાદ પડ્યો નથી ત્યાં છુટા છવાયા વરસેલા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર નાના મોટા ખાબોચિયા બની ગયા છે.આ ખાબોચિયામાં જે પાણી નો ભરાવો થાય છે એ પાણી નો કોઈ નિકાલ થતો નથી અને બાદ મા એ પાણી મા મચ્છરોનો ઉપદ્રવ થાય છે પરંતુ શહેરમાં ઘરે ઘરે ફરીને પોરાનાશક કામગીરી કરતી અને ગ્રામ્ય વિસ્તાર ની પી.એચ.સી.ને નોટિસો પાઠવાતી વલસાડ જિલ્લા આરોગ્ય ખાતું વલસાડ શહેર ની સરકારી કચેરીઓ બહાર થતા પાણીના ભરાવા તરફ આંખ આડે કાન કરતું હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.
શહેરમા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ આવેલી છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલીરહી હોય તમામ કચેરીઓ બહાર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.શહેરની કેટલીક કચેરીઓની ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી અને કેટલાક ચોંકાવનારા દૃશ્યો આરોગ્યની દ્રષ્ટિએ સામે આવ્યા હતાં.શહેરના તમામ નાના મોટા દવાખાનાઓ હાલ વાઇરલ ફીવર કે બીજી પાણીજન્ય અથવાતો પાણીમાંથી પસાર થાય બાદ થતી બીમારિઓના દર્દી થી ભરાયેલા રહે છે ત્યારે શહેર નું આરોગ્ય સાંભળનારી વલસાડ જિલ્લા આરોગ્ય શાખા એ માટે જવાબદાર છે કારણ કે આરોગ્ય શાખા શહેરની સર્જકરી કચેરીઓના પટાંગણમા અથવાતો કચેરીના પાછળના ભાગે થતા પાણીના ભરાવાથી માહિતગારજ નથી.
શહેર ની મુખ્ય સરકારી કચેરીઓ જેવીકે જિલ્લા પંચાયત , જૂની બહુમાળી અને જિલ્લા સેવા સદન 2ના કમ્પાઉન્ડ માં ઘણી જગ્યાઓ પર છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો ભરાવો થયેલ છે પરંતુ વલસાડ આરોગ્ય વિભાગ કે જેતે કચેરીઓના અધિકારીઓ એ વાતથી અજાણ હોય એમ જણાઈ આવેછે.વલસાડ જિલ્લા પંચાયત અને જૂની બહુમાળીને જોડાતા પગદંડીના સાંકડા રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી પાણીનો ભરાવો થયેલ છે , આ માર્ગ પરથી દિવસ દરમ્યાન બંને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ પસાર થાય છે. ત્યારે પાણીનો નિકાલ કરવાની વાત તો દૂર રહી અને એ રસ્તા ઉપર ઈંટ મૂકીને રસ્તો કરીદેવામાં આવ્યો છે.તડ ઉપરાંત શહેર ની જૂની બહુમાળી કે જેમાં જિલ્લાની તમામ જરૂરી શાખાઓ આવેલી છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમા પાણી નો ભરાવો થયેલ છે , અને બહુમાળીની બરાબર અડીને આવેલ જિલ્લા પંચાયતના પરિસરમા રાજીવ ગાંધી સભાગૃહ ઉપરજ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરી આવેલ છે પરંતુ પાણીનો આ ભરાવો આરોગ્યવિભાગને જોવા માંડ્યો નથી.
શહેર ની આ તમામ કચેરીઓમા દિવસ ભાર શહેરીજનોની અવાર-જવર રહે છે ત્યારે તેઓએ પણ આ ગંદા પાણી માંથી પસાર થવાનો વારો આવે છે.અને ખુદ આરોગ્ય વિભાગ કૈં છે કે જમા થયેલું પાણી બીમારી નોતરે છે ત્યારે હવે આરોગ્ય વિભાગેજ નક્કી કરવાનું રહે છે શહેરીજનો ના માથે કયું જોખમ તોળાઈ રહ્યું છે.આરોગ્ય વિભાગ ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી ભરાયેલા ખાબોચિયાઓનું નિરીક્ષણ કરી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે પોરાનાશક કામગીરી શરૂ કરી દે છે, પરંતુ વલસાડ શહેરમાં આવેલી કેટલીય સરકારી કચેરીઓ નજીક ભરાયેલા વરસાદી પાણીમાં તંત્ર નથી દવાનો છંટકાવ કરતું કે પોરાનાશક કામગીરી હાથ ધરતી નથી. વરસાદી પાણીનો ભરાવો બિમારી નોતરે છે. તેવા તંત્રના સૂત્ર અહીં સાર્થક થતું જોવા નથી મળતું.
આ અંગે વધુ વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો