તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર ચોકડીથી રેલવે ઓવરબ્રિજ સુધીના માર્ગને પ્રમુખ સ્વામી નામ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: તિથલ સ્વામીનારાયણ મંદિર ખાતે બ્રહ્મલિન પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલિ આપવા વિશેષ કાર્યક્રમનું સોમવારેે આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાનાં પ્રબુધ્ધ નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંતો અને કથાકારો તેમજ તમામ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ અબ્રામા ધરમપુર ચોકડીથી રેલવે ઓવરબ્રિજ સુધીના માર્ગને પ્રમ્ખ સ્વામીનું નામકરણ કરવાની જાહેરાત કરતાં સૌએ આનંદની લાગણી વ્યકત કરી હતી.
તિથલમાં બ્રહ્મલિન પ્રમુખસ્વામીને શ્રધ્ધાંજલિ આપવા જનસમુદાય ઉમટ્યો
સમાજને સ્વસ્થ, શિક્ષિત, સમૃધ્ધ અને સંસ્કારી બનાવનાર સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપતા જિનચંદ્ર મહારાજે શાંતિધામમાં પ્રમુખ સ્વામી પધાર્યા હતા તેનું સ્મરણ કરી તેમના વિશ્વ સ્તરે સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીનાં ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ પ્રમુખસ્વામીને દિનદુ:ખીયાનાં વહારે જઇને તેમના જીવનમાં સુખ શાંતિનો સૂર્યોદય કરનાર તેમજ સમાજમાં શિક્ષણની પણ જ્યોત ફેલાવનાર વિભૂતિ ગણાવ્યા હતાં.તેમણે પ્રમુખસ્વામીની સ્મૃતિમાં રેલવે ઓવરબ્રિજથી ધરમપુર ચોકડી સુધીના રોડને પ્રમુખસ્વામી માર્ગનું નામકરણ કરવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે હાજર રહેલાં ગાંધીવાદી અને ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખિયાએ અક્ષરધામમાં અગાઉ થયેલા આતંકી હુમલા વખતે પ્રમુખસ્વામીનાં ધૈર્ય અને માનવજાત પ્રત્યેની દયાભાવના ઉજાગર થઇ હતી. તેમણે કહ્યું ,પ્રમુખ સ્વામીએ માનવ કલ્યાણનાં અદભૂત વલણને વળગી રહી ભકતોને સંયમ જાળવવા અને સંપૂર્ણ શાંતિ જાળવવાની ટહેલ નાંખતા ગુજરાતમાં લોહીનું ટીપું પણ વહ્યું ન હતું તેવી કેફિયત રજૂ કરી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી.ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રમુખ સ્વામીનાં કલ્યાણકારી કાર્યોને યાદ કર્યા હતાં.
( તસવીર - ચેતન મહેતા )


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો