પ્રાથમિક શાળાઓમાં મોબાઇલ નહીં વાપરવા ફરી આદેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રાથમિક શાળાઓમાં મોબાઇલ નહીં વાપરવા ફરી આદેશ
- જિલ્લાની કેટલીય શાળા -કોલેજોમાં પ્રતિબંધની કોઇ અસર જોવા મળી નથી

વલસાડ: વલસાડ સહિત રાજયભરની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં મોબાઇલફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર 2010માં શિક્ષણ વિભાગે ફાળવ્યો હોવા છતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ માંવિદ્યાર્થીઓ તો ઠીક શિક્ષકો પણ ખુલ્લેઆમ કેમ્પસ અને વર્ગખંડોમા મોબાઇલફોનનો વપરાશ કરી રહ્યા છે.છતાં ડીઇઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે હાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા વર્ગખંડોમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવતો આદેશ કર્યો છે.

જેનો કેટલો અમલ થશે તે મોટો પ્રશ્ર ઉપસ્થિત થઇ રહ્યો છે.જોકે આદેશના પગલે પ્રાથમિક શિક્ષકોમા કચવાટ જોવા મળી રહ્યો છે.શાળા કોલેજોમાં 2010થી મોબાઇલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જોકે જિલ્લાની કેટલીય શાળા -કોલેજોમાં પ્રતિબંધની કોઇ અસર જોવા મળી ન હતી. અભ્યાસ ક્રમ દરમિયાન શિક્ષકો અને પ્રોફેસરો મોબાઇલનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ ડીઇઓ કચેરીને વારંવાર મળી હતી. જેના અનુસંધાને શિક્ષણ અધિકારીએ ફરી ફતવો બહાર પાડી સૂચના આપી છે.
શું હતુ પરિપત્રમાં
ધોરણ 12 સુધીની શાળાઓમા શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ તથા શાળામા આવતા વાલીઓ સહિતના મૂલાકાતીઓ વર્ગખંડ, ગ્રંથાલય, પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલ કોઇપણ જગ્યાએ મોબાઇલ વાપરી શકશે નહી. તમંામ શાળાઓના મકાનોમા મધ્યસ્થ જગ્યાએ લેન્ડલાઇન ફોનની સુવિધા રાખવા પણ પરિપત્રમા આદેશ કરાયો છે.જેનો ઉપયોગ શિક્ષકો,વિદ્યાર્થીઓ કરી શકે.ફોન પર આવેલા સંદેશો વિદ્યાર્થી-શિક્ષકોને તાત્કાલીક મળી રહે તેની વ્યવસ્થા આચાર્યે કરવાની રહે છે.પરિપત્રમા ધો.12 પછી કોલેજ સ્તરે પણ વર્ગખંડ,પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલ કોઇપણ જગ્યાએ વિદ્યાર્થી,શિક્ષક અને વાલીઓ મોબાઇલફોન વાપરી શકશે નહી.
તમામ શાળાઓનો આદેશ કરી દેવામાં આવ્યો છે
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિએ દિવ્યભાસ્કરને જણાવ્યંુકે મોબાઇલફોનનો વર્ગખંડોમા ઉપયોગ કરાતો હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે જિલ્લાની તમામ શાળાઓનો આદેશ કરી શિક્ષકો ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન કે વર્ગખંડોમા કોઇપણ સંજોગોમા મોબાઇલફોનનો ઉપયોગ કરી શકશે નહી નો આદેશ પાઠવાયો છે.
ચાલુ શૈક્ષણિક સમયમા મોબાઇલ ઓફિસમા જમા કરાવવાનો રહેશે
વલસાડની આવાંબાઇ હાઇસ્કુલના આચાર્ય આર.એમ.પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યંુકે મોબાઇલ પર પ્રતિબંધ જરૂરી છે.જયા સુધી શાળાનો પ્રશ્ર છે,શિક્ષકોએ ચાલુ શૈક્ષણિક સમયમા મોબાઇલ ઓફિસમા જમા કરાવવાનો હોય છે,જયારે વિદ્યાર્થીઓનો પ્રશ્ર છે,સરપ્રાઇઝ ચેકીંગ કરી વિદ્યાર્થીઓ પાસેથી મોબાઇલ મળવાની પરિસ્થતીમા પેરેન્ટસને બોલાવી ભવિષ્યમા મોબાઇલફોન ન લાવે તેની બાયેધરીપત્ર લખાવી લેવામા આવે છે.