તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: તુવર દાળના ભાવમાં ઘટાડો: 185 પ્રતિ કિલોની દાળ 130 પર પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: છેલ્લા કેટલાક સમયથી તુવરદાળના ભાવ ભડકે બળતા હતા. જેમાં બે માસ અગાઉ તુવરદાળના ભાવ રૂપિયા 185 સુધી પહોંચી ગયા હતા, જેને લઇ સમાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઇ ગયું હતું. જો કે, છેલ્લા 15 દિવસથી તુવરદાળના ભાવમાં ધરમખમ ઘટાડો આવ્યો છે. આ ભાવ રૂપિયા 120 થી રૂપિયા 130 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જેને લઇ ગૃહિણીઓને રાહત થઇ છે. તેમજ સ્ટાન્ડર્ડ હોટેલ સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
તુવરદાળના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી દીધું હતુ. જાન્યુઆરી સુધી તુવર દાળનો ભાવ રૂપિયા 185 પ્રતિ કિલો પર પહોંચ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીની શરૂઆત સાથે આ ભાવ રૂપિયા 145 પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જો કે, હવે આ તુવરદાળનો ભાવ નીચે ઉતરી રૂપિયા 120 થી રૂપિયા 130 પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જેના કારણે મધ્યમ વર્ગીય લોકોને હવે દાળ ખાવામાં કોઇ આર્થિક મુશ્કેલી નડશે નહીં.
ફેબ્રુઆરી માસના ત્રીજા સપ્તાહથી વલસાડના અનાજ બજારમાં નવી દાળનું આગમન થઇ ગયું છે, પરંતુ હજુ સુધી જોઇએ તેટલો સ્ટોક આવ્યો નથી. આગામી સમયમાં હજુ નવો સ્ટોક આવે એવું લાગી રહ્યું છે. જેના કારણે આ ભાવમાં હજુ ઘટાડો થાય એવું વેપારીઓ જણાવી રહ્યા છે. તુવરદાળના ભાવમાં ઘટાડાને લઇ મધ્યમ વર્ગીય લોકોને હવે પ્રોટિનયુક્ત આહાર લેવામાં કોઇ મુશ્કેલી નડી શકશે નહી.
આગળ ક્લિક કરો અને વાંચો ફાડચા દાળ માત્ર રૂપિયા 85 પ્રતિ કિલો
અન્ય સમાચારો પણ છે...