તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં આતંકવાદી હુમલો થતાં, બાપા 13 દિ’વલસાડમાં રોકાયા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: બોચાસણ અક્ષરપુરસોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ શનિવારે સાંજે 6 કલાકે સાળંગપુર ખાતે અક્ષરવાસ થયા. જેના પગલે સમગ્ર દેશ અને વિશ્વભરમાં પથારેલા અનુયાયીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વલસાડ શહેર અને જિલ્લાભરમાં તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. બાપા અનેકો વખત વલસાડના તિથલ સ્વામીનારાયણ મંદિરે પધાર્યા છે. હાલ હરિભક્તો વલસાડ ખાતે બાપા કયારે આવ્યા તેના સંસ્મરણો વાગોળી રહ્યા છે.
બાપા તિથલ સમુદ્ર કાંઠે ભવ્ય સ્વામીનારાયણ મંદિરમાં 13 દિવસ સુધી રોકાયા હતા
મુંબઈ ખાતે 2008માં જયારે હોટલ તાજ અને વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો થયો હતો. તે દરમિયાન બાપા આગામી ડિસેમ્બરમાં મુંબઈ ખાતે યોજાનાર તેમના જન્મોત્સવની પૂર્વ તૈયારીરૂપે મુંબઈ જવા માટે અમદાવાદથી નિકળ્યા હતા. ત્યારે મુંબઈ ખાતે થયેલા આતંકવાદી હુમલાના સમાચાર મળતા તેઓ મુંબઈ જવાનું છોડી દઈ રસ્તામાં આવતા વલસાડના તિથલ સમુદ્ર કાંઠે ભવ્ય સ્વામીનારાયણ મંદિરમાં 13 દિવસ સુધી રોકાયા હતા. વલસાડના હરિભક્તો માટે આ 13 દિવસ અમૂલ્ય અને વિશેષ બની ગયા હતા.
બાપાનું આ 13 દિવસનું રોકાણ એક અમૂલ્ય અને જીંદગીભરનું એક સંભારણું બની ગયું
મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં કેટલાય માણસો મોતને ભેટ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બાપાએ તેમનો જન્મદિન મુંબઈ યોજાવાનું માંડીવાળી તિથલના સમુદ્રકાંઠે એક શોક સભા યોજી હતી. જેમાં મૃતાત્માઓને ભાવાંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત બાપાના વલસાડ ખાતે 13 દિવસના રોકાણ દરમિયાન અનેક સંતો, મહંતો સાથે વાર્તાલાપ હરિભક્તો સાથે સત્સંગ અને ભજન-કિર્તન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. વલસાડ તેમજ સમગ્ર જિલ્લાભરના હરિભક્તોને બાપાનું આ 13 દિવસનું રોકાણ એક અમૂલ્ય અને જીંદગીભરનું એક સંભારણું બની ગયું હતું. બાપાના અક્ષરવાસ થયાના સમાચાર મળતા જ જિલ્લાભરના હરિભકતો શોકાતૂર બન્યા છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો