જુગારધામ પર દરોડામાં રોકડા 26.22 લાખ મળ્યા, ગણતા 4.30 કલાક થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના એએસપી બલરામ મીણા અને સ્ટાફે બુધવારે રાત્રે વલસાડના કાપડિયા ચાલ નજીક ચાલતા વરલી મટકાના અડ્ડા પર છાપો મારી વરલી મટકા દ્વારા સંગ્રહ કરેલા અને ઘરના અલગ-અલગ ખુણાઓમા મૂકેલા રોકડ રૂ.26.22 લાખ કબજે કરી લિસ્ટેડ મહિલા બૂટલેગર સહિત અન્ય એક મહિલા સહિત ચારને ઝડપી લઇ ખળભળાટ મચાવી દીધો છે.વલસાડના સીટી પોલીસની મહેરબાનીથી શહેરમાં ઠેકઠેકાણે દેશા દારૂના અડ્રાઓ ઉપરાંત જુગાર અને વરલી મટકાના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવા છતા સીટી પોલીસ કે ડી સ્ટાફ એકાદ બે નાના કેસો કરી કામ કરવાનો સંતોષ માની રહી હતી.
Paragraph Filter

- જુગારધામ પર દરોડામાં રોકડા 26.22 લાખ મળ્યા, ગણતા 4.30 કલાક થયા
- મટકાનો અડ્ડો ચલાવતી મહિલા સહિત ચારની પોલીસે કરી ધરપકડ

જેના પગલે સમયાંતરે ડીએસપીને પણ રજૂઆતો થતી હતી.જેના પગલે એએસપી બલરામ મીણાએ શહેરમાથી આ બદીને દુર કરવા કમર કસી હતી,તેમણે સતત પોતાના બાતમીદાર દ્વારા આ પ્રવૃતિને અટકાવવા તમામ માહિતીઓ મેળવી લીધી હતી.જેના પગલે બુધવારે રાત્રે તેમણે વલસાડના કાપડીયા ચાલ વિસ્તારમા રહેતી મહિલા તારાબેનને ત્યાં ચાલતા વરલી મટકાના અડ્ડાના સ્થાને છાપો માર્યો હતો.જેના પગલે સ્થાનિક વિસ્તારમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પોલીસે સ્થળ પરથી વરલી મટકાના આંકડાઓ લખી રહેલા તારાબેનના સંબધીને પણ ઝડપી પાડયો હતો,પોલીસે જોકે પોલીસે છાપા દરમિયાન સમયસૂચકતા વાપરી શાંતિપૂર્વક પોતાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘરમા તપાસ કરતા ઘરમાં અલગ-અલગ જગ્યાએ રાખેલા રોકડા રૂ.26,22,631 ઝડપી પાડયા હતા.ઝડપાયેલા રૂપિયા અંગે તારાબેને પોલીસને જણાવ્યંુકે મટકાની પ્રવૃતિ દ્વારા તેમણે આ પૈસા લાંબા સમયથી સંગ્રહ કર્યા હતા.પોલીસે સ્થળ પરથી તારાબેન બાબુભાઇ,સુમિત્રા મહેશ બાબુભાઇ, નિતિનભાઇ અશોકભાઇ અને અખ્તર રહેમાન ગુલામને ઝડપી લાવી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘણી નોટો સડી ગઇ હોવાનો પોલીસનો દાવો, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...