વાપીમાં જુગાર રમતા 4 કચ્છી સહિત 5 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી:  વાપી ભડકમોરાના સુલપડ વિસ્તારમાં એક ચાલીમાં જુગાર રમતા 5 લોકોને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.1,41,300 કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ભડકમોરાના સુલપડમાં આવેલા પ્રિતેશ ઠાકોર પટેલની ચાલીમાં ટાઉન પોલીસે બાતમીના આધારે રાત્રે રેઇડ કરી હતી. ત્રણ પત્તી રમતા કુલ 5 જુગારિયા પાસેથી પોલીસ દ્વારા દાવના રૂ.2700 અને અંગઝડતી કરી રૂ.20,100 મળી કુલ રૂ.22,800 રોકડા કબજે કરવામાં આવ્યા હતા. તો 8 મોબાઇલ કિંમત રૂ.63,500 અને 2 બાઇક કિંમત રૂ. 55000 મળી કુલ રૂ. 1,41,300ના મુદ્દામાલ કબજે કરાયા હતા. 
 
પોલીસે રૂ.1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો
 
જુગાર રમતા પકડાયેલા આરોપી ભરત ખટાવ ભાનુશાલી રહે. ચણોદ મોહન નગર, જીગર લીલાધર ભાનુશાલી રહે.સેવન જ્વેલર્સ વાપી, જયેશ કિશોર ભાનુશાલી રહે. સેવન જ્વેલર્સ, કિશોર રમેશ ભાનુશાલી રહે.ચણોદ ભાનુસાગર એપાર્ટમેન્ટ અને દિનેશ બંગાલી પાસવાન રહે. નાની સુલપડ ની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રપકડાયેલા ભાનુશાલી ઇસમોને મળવા પોલીસ મથકમાં તેમના સગા સંબંધીઓ દોડી આવ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...