વલસાડમાં ઇદના દિવસે જ પાણી ન આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ભારે તંગી ઉભી થઇ હતી. જેમાં ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં પાણી ન પહોંચતા મામલો થોડો ગરમાયો હતો. જોકે, પાલિકાએ આ વિસ્તારોમાં પાણીના ટેન્કરો તાત્કાલિક મોકલી મામલો થાળે પાડ્યો હતો. વલસાડમાં છેલ્લા બે દિવસથી ધોબી તળાવ, ખાટકી વાડ, તાઇવાડ જેવા વિસ્તારોમાં પાણીની ભારે તંગી ઉભી થઇ હતી. વલસાડમાં ભારે વરસાદના કારણે ટ્રાન્સફોર્મર ઉડી ગયું હતુ.
 
એક સપ્તાહથી પાણી આપવામાં નગરપાલિકા નિષ્ફળ નિવડી
 
પાલિકા પાણીનો પ્રવાહ આપવામાં નિષ્ફળ નિવડી હતી. જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સોમવારના રોજ ઇદુલ ફિત્રના તહેવારમાં પણ પાણી ન પહોંચી શક્યા હતા. જેને લઇ લોકોએ તહેવારના દિવસે જ પાણી માટે વાસણો લઇ વહેલી સવારે લાઇન લગાવી પડી હતી. જેમાં ધોબી તળાવ વિસ્તાર, તાઇવાડ, સિપાઇવાડ, ખાટકી વાડ વગેરે વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જોકે, પાલિકાએ અા તમામ સ્થળોએ ટેન્કર થકી પાણી મોકલી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા એક સપ્તાહથી બહુધા વિસ્તારમાં નિયમિત પાણી ન મળતા આમ પણ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. દરમિયાન ઇદનો તહેવાર બગડતા મામલો ગરમાયો હતો.
 
પડોશના બોરીંગમાંથી પાણી માંગવું પડ્યું
 
પાણીની ભારે તંગી ઉભી થતાં ઘરનું કામ અટકી પડ્યું હતુ. સવારે ન્હાવા માટે પણ ઘરમાં પાણી ન હતું. જેથી સવારની પ્રહરમાં પાણી માટે ફાંફાં મારવા પડયા હતા. છેવટે પડોશના બોરીંગમાંથી પાણી માંગવું પડ્યું હતુ. > હેમંત રાણા, રહિશ ખાટકીવાડ.
 
તહેવારના દિવસે પાણી ન આવતા મુશ્કેલી
 
છેલ્લા બે દિવસથી પાણી આવતું નથી. તહેવારના દિવસે પણ પાણી ન આવતાં ભારે મુશ્કેલી પડી રહી છે. આજુ બાજુથી પાણી માંગવું પડી રહ્યું છે. - સાબેરા બેન, રહિશ ખાટકીવાડ.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...