આજે તિથલ બીચ પર ઉડશે રંગોની છોળો, મોટી સંખ્યામાં ઉમટી પડશે યુવાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં હોળીના બીજા દિવસે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષેની જેમ ધૂળેટીમાં તિથલ બીચ પર લોકોની ભારે જનમેદની એકત્ર થતા હોય છે તેમ આ વર્ષે પણ તિથલ બીચ પર ધૂળેટીની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વલસાડના યુવાનો ઉમટી પડ્યા હતા.

રેઇન ડાન્સ અને ડીજેના તાલેનું આયોજન

વલસાડમાં ધૂળેટી રમવા માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીની ઉજવણી માટે વલસાડના બાળકોથી લઇ વૃદ્ધો અને મહિલાઓ તિથલ બીચ પર ધૂળેટી માણવા આવી પહોંચ્યા હતા. આ વર્ષે કેટલાક ઠેકાણે ખાનગી આયોજનો પણ કરાયા હતા. જેમાં રેઇન ડાન્સ અને ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું.

જોકે, ધૂળેટીની આ ઉજવણીમાં કેટલાક સમાજ દ્વારા પોતાનું અલાયદું આયોજન કરાયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો કેટલાક મિત્ર વર્તુળો દ્વારા ફાર્મ હાઉસ પર હોળી ધુળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કેટલીક જગ્યાએ ધૂળેટી મનાવવા માટે ક્રિકેટ મેચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ધૂળેટી પર્વને યાદગાર બનાવવા માટે કેટલાક લોકોએ પોતાના ઘરે પાણી બચાવી અબીલ ગુલાલથી રમી ધૂળેટીની ઉજવણી કરી હતી.
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
તિથલ બીચ પર મનમૂકીને ઝૂમતા યુવોનોની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...