તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય વરસાદે વાપી પાલિકાની પોલ ખોલી, આમ થઇ રહ્યું છે કામ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી શહેરમાં સામાન્ય વરસાદમાં પણ  લોકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. શુક્રવારે પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના કારમે લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. વાપી પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ સામાન્ય વરસાદે ખુલ્લી પાડી દીધી હતી. દિવસભર લોકોએ કાદવ-કીચડવાળા માર્ગ પરથી પસાર થવાની નોબત આવી હતી.હવામાન વિભાગે 12 જુનની આસપાસ ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની આગાહી કરી છે, પરંતુ વલસાડ જિલ્લામાં આ આગાહી પહેલા જ વરસાદનું આગમન થઇ ચુકયું છે.
 
પ્રિમોન્સૂન કામ માટે ખર્ચેલા રૂ.60 લાખ પાણીમાં,ચોમાસા પહેલા રસ્તા બનાવવાની વાત પોકળ
 
વાપી શહેરમાં શુક્રવારે મળસ્કે વરસાદનું અાગમન થયું હતું. વરસાદના કારણે સવારથી જન-જીવનને અસર થઇ હતી. ભુગર્ભ ગટર યોજનાના કારણે ઠેર-ઠેર કાદવ કીચડનું નિર્માણ થયું હતું. સામાન્ય વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઇ હતી. ખરાબ માર્ગો પર ભારે કાદવ-કીચડ થઇ જતાં લોકોએ ભારે હાલકી ભોગવવી પડી હતી. ચોમાસા પહેલા રસ્તાની કામગીરી પૂર્ણ ન કરાતાં શહેરીજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

વાપી આસોપાલવ માર્ગ ,રેલ્વે ગરનાળુ તરફ જતાં માર્ગ પર, વાપી સ્ટેશન તરફ જતાં માર્ગ પર ,વાપી નગરપાલિકાનાં મેદાનમાં ,વાપી સેલવાસ માર્ગ પર ,વાપીટાઉનમાં શાકભાજી માર્કેટમાં, વાપી બલીઠામાં તાલુકા સેવાસદનની બહાર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વાપીમાં નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી બરાબર ન હોવાનાં કારણે ઠેર-ઠેર વરસાદનું પાણી માર્ગ પર  ભરાઇ ગયાં હતાં.જેના કારણે માર્ગ પર કાદવકીચડ નું સામ્રાજય છવાયું હતું.


અન્ય સમાચારો પણ છે...