વલસાડ: સિવિલમાં 5 દિવસથી એકસ-રે ફિલ્મના અભાવે દર્દીઓને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડની સિવિલ હોસ્પીટલમા ગત શનિવારથી એકસ-રે ફિલ્મના અભાવે એકસ-રેની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પીટલમા જવાની ફરજ પડી રહી છે.જોકે બુધવારે એકસરે ફિલ્મ ઉપલબ્ધ થઇ હોવાની માહીતી મળી છે. સિવિલ હોસ્પીટલના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દર્દીઓને સારવાર આપવા સહિતના મુદ્દે વિવાદોમા રહેતી વલસાડની સિવિલ હોસ્પીટલમા ગત 11 જુનથી એકસ-રે પ્લેટ તો છે ,પરતું ફિલ્મ ન હોવાના પગલે એકસ-રેની જરૂરિયાત ધરાવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અકસ્માતોકે પછી દુર્ઘટનાઓ સમયે દર્દીઓને એકસ-રે કરાવવુ જરૂરી બને છે,જોકે 300 કરોડની મેડિકલ કોલેજ સંલ્ગન 600 બેડની સિવિલ હોસ્પીટલને આધુનિક રૂપ આપ્યાબાદ પણ હોસ્પીટલમા સમયાંતરે ખાનગી મેડિકલમાથી દવા ખરીદવા,ખાનગી સોનોગ્રાફિ સેન્ટરોમા સીટી સ્કેન કરાવવા કે ઓર્થો પ્લેટ ન હોવાની ફરિયાદો થતી રહી છે. ત્યારે ગત શનિવારથી હોસ્પીટલમા એકસ-રે ફિલ્મ ન હોવાની ગંભીર ઘટના બની છે.જેના પગલે દર્દીઓએ એકસરે ફોટો લેવા ધકકા ખાવાની ફરજ પડી હતી.જોકે બુધવારે પત્રકારોની ટીમ હોસ્પીટલે પહોચતા સાંજે એકસ-રે ફિલ્મ ઉપલબ્ધ કરાવી દેવામા આવી હોવાની માહિતી મળી છે.
ત્રણ દિવસ બાદ એકસ-રે પ્રિન્ટ મળી
મહારાષ્ટ્રના પાલઘરથી આવેલા દર્દી અંકુશભાઇએ જણાવ્યું કે, હું સોમવારે સવારે હોસ્પીટલમા આવ્યો હતો,તબીબે એકસરે પાડવાનુ જણાવતા એકસ-રે પાડયા બાદ ફિલ્મ ન હોવાના પગલે એકસ-રે ફોટો બુધવારે મળ્યો હતો.
અધિકારીઓ ફોન રિસિવ કરતા નથી
ઉપરોકત ઘટના અંગે હોસ્પીટલના અધિક્ષક ડો.આર.એમ.જિતીયાઅને આરએમઓ ડો.પી.બી.ચૌધરી નો લેન્ડલાઇન નંબર અને મોબાઇલ પર સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કરતા વધુ માહિતી ઉપલબ્ધ થઇ શકી ન હતી.
તસવીર: ચેતન મહેતા
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...