તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી જવેલર્સને ત્યાં ચોરી કરનારી મહિલા ગેંગની પૈકી એક પકડાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી: પારડી પારસીવાડમાં આવેલી જવેલર્સની દુકાન માંથી ગત ઓગસ્ટ  માસમાં માલિકની નજર ચૂકવી ત્રણ બુરખા ધારી મહિલાઓ ચાંદીના દાગીના તફળાવી ફરાર થઈ ગઈ હતી .જેમની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી Pજેના આધારે પારડી પોલીસ તપાસમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વધુ એક ચોરી કરવા ફરતી સુરતની મહિલાને ઝડપી ગુન્હા ઉકેલવામાં સફળતા મેળવી છે .
 
ઓગસ્ટમાં નજર ચૂકવી દાગીના ચોરી મહિલા ફરાર થઈ હતી
 
પારડી પારસીવાડમાં આવેલી જય જલારામ જવેલર્સ નામની દુકાનમાં ગત 11 ઓગસ્ટના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ બુરખાધારી મહિલાઓ એ માલિકને ચાંદીના દાગીના બતાવવાનું કહી તક  મળતાં એક કિલો ચાંદીના દાગીના કિંમત રૂ 40  હજારની ચોરી કરી રિક્ષામાં બેસી ભાગી છૂટયા હતા ઘટના અંગે દુકાન મલિક દિલીપ પારેખે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી પરંતુ  પારડી પોલિસને સાત મહિના જેટલા સમય વીતવા છતાં સફળતા મળી ન હતી.
 
આ દરમિયાન પારડીના પોસઇ પી એચ નાયને પારડીમાં એક મહિલા શંકા સ્પદ હાલતમાં ફરી રહી હોવાની બાતમી મળતાં તેમણે તાત્કાલિક મહિલાને શોધી પૂછપરછ કરતા મહિલા એ તેનુનામ રૂક્ષા અફસર ઇસ્માઇલ સૈયદ રહે સૈયદપુરા સુરત હોવાનું જણાવી ઓગસ્ટમાં તેની અન્ય સાગરીત રૂબાના રહે સુરત જહાંગીર પુરા અને અન્ય એક  મહિલા સાગરીત સાથે  જલારામ જવેલર્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા પોલીસને ગુન્હો ઉકેલવામાં સફળતા મળી છે.રૂક્ષા ને જેલ ના સળિયા પાછળ ધકેલી પોલીસે તેની અન્ય બે સાગરીતોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યાં  છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો