તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં લગ્ન કરીને આવેલી મહિલાઓ નીકળી પાકિસ્તાની, નથી થયો કોઇ વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી 16 જેટલા પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે. જેમાંથી 8 જેટલા નાગરિકો વલસાડ શહેરમાં આવીને વસ્યા છે. આ તમામ નાગરિકો વર્ષો અગાઉ લોંગ ટર્મ વિઝા ઉપર વલસાડ આવ્યા હતા. સામાન્ય રીતે પાકિસ્તાની મહિલાઓ લગ્ન કરીને વલસાડ આવી છે અને અહીં રહેવા લાગી છે. આ સિવાય વર્ષમાં 30 થી 40 જેટલા પાકિસ્તાનીઓ એક સપ્તાહ થી 10 દિવસ સુધીની મુલાકાતે વલસાડમાં આવીને રહેતા હોય છે.
બે પરિવારો લોંગ ટર્મ વિઝા લઇ વલસાડમાં સ્થાઇ થયા છે
વલસાડ શહેરના કેટલાક પરિવારોના યુવકોના લગ્ન પાકિસ્તાનમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્નીઓ વલસાડ જિલ્લામાં વસી છે. આ સિવાય બે પરિવારો પાકિસ્તાનથી વલસાડ વર્ષો અગાઉ આવીને વસ્યા છે. તેઓએ પણ લોંગ ટર્મ વિઝા લીધો છે. તેઓ વલસાડમાં સેટલ થઇ ગયા છે. જેઓ વર્ષોથી કોઇ પણ વિવાદ વિના સારી રીતે અહીં જ જીવન વ્યતિત કરી રહ્યા હોવાનું પોલીસ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતુ. જિલ્લામાં કેટલાક કુટુંબોના સંબંધીઓ પાકિસ્તાનમાં છે. તેઓ 2 થી 5 વર્ષે વલસાડ આવતા હોય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેમને વિઝા ખુબ ટુંકી મુદતના જ અપાતા હોય, તેઓની મુલાકાત માત્ર 8 થી 10 દિવસની જ રહેતી હોય છે. ત્યારબાદ તેમને ફરીથી મોકલી આપવામાં આવે છે.
પાકિસ્તાનના સિંધી પરિવારના ડોક્ટર વલસાડમાં સેટ થયા છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો