વલસાડ: ગુજરાતમાં ધીમી ધારે વર્ષા ઋતુનું આગમન થઇ ગયું છે. ગુજરાતના અષાઢી બીજે વલસાડના તિથલ બીચ પર દરિયાની ભરતીના મોજા ઉછળતાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડયા હતા. વરસાદ અને પવન સાથે દરિયાદેવે પણ મોજ લીધી હોય તેવું તસવિરમાં જોવા મળી રહ્યું છે. આ બીચ પર કુદરત પણ તેની સંપત્તિમાં મોરની જેમ કળા કરી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આવી સૌદર્યમય પરિસ્થિતીનું નિર્માણ થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને આ લોકોએ બીચ પર ફોટોગ્રાફી અને સેલ્ફીઓ મજા માણી હતી. તો ક્યાક લોકો દરિયાને ભેટવાની કોશીશ કરી રહ્યા હોય તેવું નજરે ચડે છે.
(તસવીરોઃ ચેતન મહેતા, વલસાડ)