તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રીની યાદમાં NRI દંપતીનું અનોખું સેવાયજ્ઞ: કરે છે સિકલસેલના રોગીઓની સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર: અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ બોરસદના દંપતી દ્વારા સિકલ સેલ ડિસીઝને લઈ મોતને ભેટેલી લાડકવાયી પુત્રીની યાદમાં વર્ષ 2011 થી દક્ષિણ ગુજરાતમાં સિકલ સેલના દર્દીઓ માટે હિના પટેલ ફાઉન્ડેશનની રચના કરી આર્થિક અને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડી એક અનોખા સેવાયજ્ઞની સુવાસ પંથકમાં ફેલાવી છે. જેને ચોમેરથી આવકાર મળી રહ્યો છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદના બોદાલ ગામના રહિશ સંજય અરવિંદભાઈ પટેલ 1978થી અમેરિકામાં સ્થાયી છે. સંજય પટેલ અને તેમની ધર્મપત્ની ભાવના પટેલના દાંપત્ય જીવનમાં ઇશ્વરે આપેલી લાડકવાયી પુત્રી હિનાને તેના જન્મ સમયે સિકલ સેલ ડિસીઝનું નિદાન થયું હતું.
પુત્રીનું સિક્લસેલ ડિસીઝને કારણે થયેલા મૃત્યુ બાદ દર્દીઓને વિવિધ સહાય કરી રહ્યા છે
આ દંપત્તીએ લાડકવાયી પુત્રીના આ ડિસીઝને મટાડવાનો તમામ પ્રયત્નો અમેરિકામાં કર્યા હતા. અંતે તેમની લાડકવાયી આ રોગની સામે ઝઝુમી 19 વર્ષની યુવા વયે આ ફાની દુનિયાને કાયમી અલવિદા કરી ગઈ હતી. સિકલ સેલ ડિસીઝને લઈ મૃત્યુ પામેલી દિવગંત હિનાની યાદમાં આપણાં દેશમાં આ રોગથી પીડાતા અસંખ્ય ગરીબ જરૂરતમંદોને આર્થિક તબીબી સહાય આપવાનો વિચાર આ દંપતીને આવ્યો હતો. અને 2011 માં બારડોલીમાં પાંચ ગામોમાં સ્ક્રીનીંગ કાર્ય શરૂ કર્યું હતું. જેમાં 25 ટકા દર્દીઓનું સિકલ સેલ ડિસીઝનુ નિદાન થતાં તેઓને મદદ કરવાનો વિચાર સંપૂર્ણ પણે આ દંપત્તીએ અમલમાં મૂક્યો હતો. અને 2012માં વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. યઝદી ઇટાલીયાનો સંપર્ક કરી સિકલ સેલ ડિસીઝના 10 જેટલા પરિવારોને સ્પોન્સર કરી તબીબી, ભણતર માટે સપોર્ટીવ એક્સપેન્સીસ, મફ્ત દવાની સહાય આ દંપત્તી દ્વારા અપાઈ હતી. તેમજ 2 બાળકોની બરોડ મોટી હોઈ તેમનો ઓપરેશન ખર્ચ પણ ઉઠાવ્યો હતો. નવસારી તથા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રતિવર્ષ આ દંપત્તી એકથી બે વાર આવી કેમ્પનું આયોજન કરી સિકલ સેલ ડાયગ્નોસીસ, ટ્રીટમેન્ટ, કાઉન્સેલીંગ જેવી પ્રવૃતિ કરી દર્દીઓને સહયોગ પુરૂ પાડી રહ્યાં છે.
સિક્લસેલનું નોલેજ આપવા માટે હંમેશા તૈયાર

સિકલ સેલ માટે નોલેજ આપવું છે. જેથી જાગૃતતા આવે અને તેનાથી પડતી તકલીફનુ નિવારણ થઈ શકે. જે માટે અમે હંમેશા તત્પર છીએ. - સંજય પટેલ, ફાઉન્ડર, હિના ફાઉન્ડેશન

તેઓ ફક્ત પ્રસિદ્ધિ માટે પ્રવૃતિ કરતા નથી

એકજ સિટીમાં રહીએ છીએ, અને વર્ષોથી પારિવારીક મિત્ર છે. છતાં આ દંપત્તીએ આ સેવાકીય પ્રવૃતિ વિશે વાત કરી ન હતી. જેનાથી એ સાબિત થાય છે કે તેઓ ફક્ત પ્રસિદ્ધિ માટે આ કરતા નથી, >અમ્રતભાઈ મૂળજીભાઈ પટેલ, બારડોલી, દસ્તાન
અન્ય સમાચારો પણ છે...