બ્લાઇન્ડ ક્રિકેટરો હવે PM મોદીના કાર્યક્રમમાં વટથી નવસારી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી માટે 17મી સપ્ટેમ્બરે નવસારી આવી રહયાં છે. આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ વલસાડ જિલ્લાના 17 જેટલા બ્લાઇન્ડ ક્રિકેટરો માટે કોઇ ખાસ વ્યવસ્થા ન કરાતાં મોદીના કાર્યક્રમમાં ન જવાનો નિર્ણય કર્યો હતો. દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ તા. 14 સપ્ટેમ્બરના રોજ આવ્યાં બાદ તંત્ર સફાળુ જાગી બ્લાઇન્ડ ક્રિકેટરો માટે બસ,જમવાની વ્યવસ્થા અને તમામ સુરક્ષા આપવાની ખાતરી આપી છે. જેના કારણે હવે વલસાડ જિલ્લાના બ્લાઇન્ડ ક્રિકેટરો હવે મોદીના કાર્યક્રમમાં જવાનો નિર્ણય લીધો છે.
જવા-આવવા માટે બસ, જમવાની સુવિધા અને સુરક્ષાની ખાતરી અપાઇ
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાને હરાવતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વલસાડ જિલ્લાના બ્લાઇન્ડ ક્રિકેટરોનું સન્માન કર્યું હતું. ત્યારે 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આ બ્લાઇન્ડ ક્રિકેટરો ભાગ લે તે માટે વલસાડ સમાજ સુરક્ષા વિભાગે બ્લાઇન્ડ ક્રિકેટ એશોશિયન પાસેથી તમામ વિગતો માગી હતી, પરંતુ છેલ્લી ઘડીએ બ્લાઇન્ડ ક્રિકેટરોને વીઆઇપી પાસ ન અપાયા ન હતાં. પરંતુ દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરતાં વલસાડ સમાજ સુરક્ષા વિભાગ તથા નવસારી વહીવટી તંત્રએ બ્લાઇન્ડ ક્રિકેટરોને તમામ સુવિધા આપવાની શુક્રવારે ખાતરી આપી હતી. બ્લાઇન્ડ ક્રિકેટરોને નવસારી જવા માટે બસની સુવિધા, જમવાની વ્યવસ્થા તથા કાર્યક્રમ દરમિયાન સુરક્ષા આપવાની ખાતરી તંત્રએ આપી હતી.
તમામ ખાતરી આપતાં નિર્ણય લીધો છે
સૌ પ્રથમ દિવ્ય ભાસ્કરે બ્લાઇન્ડ ક્રિકેટરોના પ્રશ્રની વાંચા આપી છે. જેના કારણે વલસાડ સમાજ સુરક્ષા અધિકારીએ તથા નવસારી વહીવટી તંત્રએ તમામ પ્રકારની સુવિધા આપવાની ખાતરી આપી છે. દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી તમામ બ્લાઇન્ડ ક્રિકેટરો હવે નવસારીના કાર્યક્રમમાં જશે. - વિનોદભાઇ પટેલ,પ્રમુખ,બ્લાઇન્ડ ક્રિકેટ એસોશિયન
દરેક પ્રકારની સુવિધા અપાશે
બ્લાઇન્ડ ક્રિકેટરોને કાર્યક્રમ દરમિયાન તમામ સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. બસમાં લાવવા લઇ જવાથી માંડીને જમવા સુધીની સુવિધા આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન બ્લાઇન્ડ ક્રિકટરોને કોઇ તકલીફ ન પડે તેની પણ કાળજી રાખવામાં આવશે. વીઆઇપી કાર્ડ અને સુરક્ષા સાથે બ્લાઇન્ડ ક્રિકટરો નવસારી લઇ જવામાં આવશે. - દિવ્યેશ પટેલ,સમાજ સુરક્ષા અધિકારી,વલસાડ
અન્ય સમાચારો પણ છે...