તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: મિલકતધારકોને શિક્ષણ ઉપકરમાં કોઇ રિબેટ નહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ પાલિકાએ જૂન માસમાં વેરો જમા કરાવનારા મિલકતધારકોને રિબેટ આપી મહત્તમ વસુલાતનો પ્રયાસ કર્યો છે,પરંતુ શિક્ષણ ઉપકરમાં પાલિકા કોઇ છૂટ આપી નથી.સામાન્ય મિલકતવેરા પર 10 ટકા રિબેટ છતાં શિક્ષણ ઉપકરમાં કેમ છૂટ નથી તેવા સવાલ મિલકતધારકોમાં ઉઠી રહ્યા છે. વલસાડ શહેરના 45 હજાર મિલકતધારકોનો ટેકસ વસુલતી પાિલકાએ ગુજરાત નગરપાલિકા અધિનિય હેઠળ રિબેટ અને દંડનીય કાર્યવાહીના બનાવેલા નિયમો અનુસાર 2017-18ના વર્ષના એડવાન્સ વેરા જમા કરાવવા વળતરની યોજના અમલમાં મૂકી છે.
 
વલસાડ પાલિકા દ્વારા વેરામાં 10 ટકા રિબેટ સામે શિક્ષણમાં કોઇ છૂટ ન અપાતા કચવાટ
 
આ રિબેટ સ્કીમ જૂન માસના 30 દિવસની મુદ્દત માટે મૂકાતા વેરાદારોનો સારો પ્રતિસાદ મળ્યો છે,પરંતુ આ વેરાના માગણાં બિલમાં  શિક્ષણ ઉપકરના નાણાં વળતરમાંથી બાકાત રાખવાનો નિર્ણય કરાયો છે.એટલે જે લોકો માગણાના બિલ લઇને વેરો ભરવા આવી રહ્યા છે તેમને શિક્ષણ ઉપકરની રકમ ઉપર કોઇ વળતર મળે નહિ તેવી જાણકારી ન હોવાથી મિલકતધારકો રિબેટ પુરેપુરી રકમ પર કેમ અપાતું નથી તેવા સવાલ કરી રહ્યા છે.વેરા કોઇ પણ હોય પરંતુ પાલિકા દ્વારા જ તેની વસુલાત થતી હોય તો વળતર આખી રકમ પર કેમ મળતું નથી તેવી પણ દલીલ થઇ રહી છે. જો કે વલસાડ પાલિકાએ જૂન માસમાં મિલકતવેરામાં કુલ માગણાંના 10 ટકા મુજબ વળતર આપવામાં આવશે તેવું નક્કી કરતી વેળા એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, માગણાના બિલમાં દર્શાવેલી શિક્ષણ ઉપકરની રકમ ઉપર કોઇ વળતર અાપવામાં આવશે નહિ તેમ છતાં મુંઝવણ ઉભી થઇ રહી છે.
 
વેરાના સ્લેબ આધારે શિક્ષણ ઉપકરની વસુલાત
 
મિલકતધારકોના માગણાના બિલમાં જે ટેકસની કુલ રકમ પર 10 ટકા રિબેટમાં શિક્ષણ ઉપકરનો સમાવેશ કરાયો નથી.કારણ કે શિક્ષણ ઉપકર સરકારમાં જાય છે.આ ઉપકર એરિયાબેઇઝ નિર્ધારિત કરાયેલા મિલકતધારકોના બિલની રકમના સ્લેબ મુજબ આકારવામાં આવે છે.ટેક્સના સ્લેબના આધારે ઉપકર વસુલાય છે.
 
વેરો સરકારની કે પાલિકાની તિજોરીમાં નહિ
 
પાલિકા દ્વારા શહેરના મિલકતધારકો પાસે વસુલ કરાતા વેરાની રકમ પાલિકાના સ્વભંડોળની આવક ગણાય છે.આ રકમની વસુલાતના આંકડા પણ હાઉસ ટેકસ વિભાગે પ્રતિ રોજ ઓનલાઇન રાજ્ય સરકારને આપવાના હોય છે.પરંતુ શિક્ષણ ઉપકર પાલિકાની તિજોરીમાં જમા કરાતી નથી તેનું ચલણ બનાવીને રોજેરોજ રાજ્ય સરકારની તિજોરીમાં ભરી દેવાનુ હોવાથી શિક્ષણ ઉપકર પર કોઇ રિબેટ અપાતું નથી. - સોનલ સોલંકી,પ્રમુખ,વલસાડ પાલિકા
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...