દક્ષિણ ગુજરાતનું નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન આમ્રવન બનશે વલસાડમાં

આમ્રવન બનાવાની તૈયારીઓ
આમ્રવન બનાવાની તૈયારીઓ
ધવલ પરમાર, સિવિલ વર્કસ કોન્ટ્રાક્ટર
ધવલ પરમાર, સિવિલ વર્કસ કોન્ટ્રાક્ટર
સંજયકુમાર શ્રીવાસ્તવ, સીએફ, ભરૂચ ડિવિઝન
સંજયકુમાર શ્રીવાસ્તવ, સીએફ, ભરૂચ ડિવિઝન
જે.એસ. પટેલ, ડીએફઓ, વલસાડ
જે.એસ. પટેલ, ડીએફઓ, વલસાડ
Yogendra Patel

Yogendra Patel

Jul 29, 2016, 02:14 AM IST
વાપી: વલસાડી આફુસ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વખણાયેલી છે. એક રીતે તો એમ પણ કહી શકાય કે વલસાડ અને કેરી એક બીજાના પર્યાય સમાન છે. જોકે, કેટલાક સમયથી વલસાડની વર્ષો જૂની કેરીની કેટલીક જાતો આજે જોવા મળી રહી નથી. આ અતર્ગત વલસાડ જિલ્લાના ઓળખ સમી કેરી અને આંબાને ધ્યાનમાં રાખીને વાપી ધરમપુર સ્ટેટ હાઇવે ઉપર બાલચૌંઢી ગામે 4.71 હેકટર જમીનમાં આમ્રવનનું 40 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. વાપીથી 25 કિલોમીટર દૂર બાલચૌંઢી સ્થિત તૈયાર થયેલ આમ્ર વન દક્ષિણ ગુજરાતના પર્યટકો માટે એક નવું ડેસ્ટિસેન પુરવાર થશે.
વિવિધ જાતોના 500થી વધુ આંબા ઝાડથી સુશોભિત કરાશે

આમ્ર વનની રચના અને ડિઝાઇન જ એ પ્રકારની તૈયાર કરવામાં આવી છે કે, જાણે કે ચોતરફ હરિયાળી વચ્ચે આંબાોનું વન લહેરાય ઉઠ્યું છે. આમ્ર વનમાં ગુજરાતમાં જાણીતી કેરીની 29 જેટલી વિવિધ જાતોના 500થી વધુ આંબા ઝાડથી સુશોભિત કરાશે. વન વિભાગના સામાજીક વનીકરણ અભિયાન અતર્ગત તૈયાર કરવામાં આવેલ આમ્ર વન માત્ર સરકારી યોજનાનો એક ભાગ ન બની જાય અને પર્યટકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બને એ માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમ્રવનમાં પાંચ જેટલા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મીકતા સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત ખાણી પીણીના પાંચ સ્ટોલ, કુદરતી પાણીના વહેણ, બેસવા માટેની કુટિર તથા સુશોભિત તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાપીના રમેશભાઇ પાંચાલ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારથી લઇને કુટિરને કલાત્મકતા બક્ષવામાં આવી છે.
માત્ર 45 દિવસમાં તૈયાર કરાયું આમ્ર વન, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
X
આમ્રવન બનાવાની તૈયારીઓઆમ્રવન બનાવાની તૈયારીઓ
ધવલ પરમાર, સિવિલ વર્કસ કોન્ટ્રાક્ટરધવલ પરમાર, સિવિલ વર્કસ કોન્ટ્રાક્ટર
સંજયકુમાર શ્રીવાસ્તવ, સીએફ, ભરૂચ ડિવિઝનસંજયકુમાર શ્રીવાસ્તવ, સીએફ, ભરૂચ ડિવિઝન
જે.એસ. પટેલ, ડીએફઓ, વલસાડજે.એસ. પટેલ, ડીએફઓ, વલસાડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી