ઉમરગામ: નારગોલ પોર્ટનો મેપ સોશિયલ મીડિયા પર વાયરલ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સોશિયન મીડિયા પર ફરતો નકશો )
નારગોલ પોર્ટનો મેપ સોશિયલ મીડિયા પર વાયરલ!
નારગોલ દરિયા કિનારે આવનારી રેલવે લાઇન દર્શાવતો નકશો ફરતો થતા ખેડૂતોમાં ચિંતા
ઉમરગામ: નારગોલ પોર્ટ નિર્માણના ભાગરૂપેે તાજેતરમાં જ પોર્ટનું ડીટેલ સર્વે પૂણ કરાયું છે. હવે પછી સરકાર જે વિવિધ મંજૂરી મેળવ્યા બાદ ચોમાસા બાદ નારગોલ પોર્ટનું કાર્ય યુધ્ધનાં ધોરણે ચાલવાની તૈયારી નજરે પડી રહી છે.ત્યારે નારગોલ પોર્ટ નિર્માણેને લગતા કેટલાક નક્શા સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે. પોર્ટ ડેવલપ કરનારી કંપની તેને બોગસ કહે છે.4000 કરોડના ખર્ચે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગરની કચેરીએ નારગોલ પોર્ટ નિર્માણ કાર્ય ટેન્કર મારફતે ઇઝરાઇલની ઇઝરાઇલ પોર્ટ લિમિટેડ અને ભારતની કાર્ગો મોર્ટસ પ્રા.લી. કંપનીને નારગોલ પોર્ટનો ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે.

નારગોલ પોર્ટને જોડતા માર્ગો રેલ્વે લાઇન ક્યાંથી પસાર કરવામાં આવશે.તેના ત્રણ જેટલા અલગ અલગ સર્વે કરી ત્રણ પ્રપોઝલ ગુજરાત મેરીટાઇમ બોર્ડને સુપ્રત કરાયું છે. નારગોલ પોર્ટ સુધી આવનારી રેલ્વે લાઇન અને માર્ગો નક્કી કઇ જમીનમાંથી પસાર થશે તે જાણવા તમામને આતુરતા છે.જમીનમાં લાખો કરોડો રોકાણ કરનારા તેમજ ખેડૂતો સ્થાનિકોને પોતાની જમીન ઉપરથી રોડ રેલ્વે પસાર થશે તો મોટુ નુકસાન થવાની ભીતી સતાવી રહી છે.

જોકે આજદિન સુધી નારગોલ પોર્ટની એકપણ માહિતી કંપની દ્વારા કે સરકાર દ્વારા જાહેર કરાઇ નથી.ત્યારે તાજેતરમાં નારગોલ પોર્ટને રોડ રેલ્વે દર્શાવતા નકશા સોશિયલ મીડિયા ઉપર ફરતા થતા આવા બોગસ નકશાથી પોર્ટ નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ આવા બોગસ નકશા કોણ અને શા માટે મોકલી રહ્યા છે તેની ઊંડી તપાસ કરી રહ્યા છે.તાજેતરમાં વંકાસથી રેલવે લાઇન માણેકપુર, સરોંડા, નારગોલ સુધી આવતી હોય તેવી વિગતો દર્શાવતો નકશો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કંપનીએ આવા કોઇપણ પ્રકારનો નકશો પ્રસિદ્ધ કર્યો નથી
નારગોલ પોર્ટના કહેવાતા વોટ્સ એપ પર ફરી રહેલા નકશા પાયા વિહાણો છે. કંપનીએ આવા કોઇપણ પ્રકારના નકશા હજી સુધી પ્રસિધ્ધ કર્યા નથી. અનેક પ્રકારની ખોટી વિગતો, નકશો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે.> ગુરૂદીપ સીંઘ, પ્રતિનિધિ, કાર્ગો મોટર્સ લી.
અન્ય સમાચારો પણ છે...