તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદનો કોઇ ધર્મ નથી, વલસાડમાં મુસ્લિમ સમાજે નીકાળી વિશાળ રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: નો-ટેરેિરઝમ, આતંકવાદ મુર્દાબાદ, કસમ હે મહાદેવ કી અબ કરારા જવાબ દેંગે, પાકિસ્તાનીઓકો મિટાકર રહેંગે, અબ દેશ કા એક હિ નારા પાકિસ્તાનકો મિટાના હે, એક ઇશ્વર- એક વિશ્વ- એક પરિવારના સંદેશ સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર હિન્દુ અને મુસ્લિમ સમાજની કોમી એક્તાના માહોલ સાથે વિશાળ રેલી નિકળી હતી. જેમાં આતંકવાદના મુદ્દે દેશના નાગરિકોએ પોતાનો આક્રોશ બેનરો વડે વ્યક્ત કરી સરકારને પણ સીધો સંદેશ આપ્યો હતો કે, હવે બહું થયું આતંકવાદ અને પાકિસ્તાનને મુહતોડ
જવાબ આપો.
 
વલસાડ જડબેસલાક બંધ, લોકોમાં આક્રોશ

અમરનાથના દર્શન કરાવી 54 યાત્રાળુઓને લઇને પરત થઇ રહેલી વલસાડની ઓમ ટ્રાવેલ્સની લકઝરી બસ પર 10 જુલાઇની રાત્રે 8.20 વાગ્યે થયેલા આતંકી હુમલામાં વલસાડ,ગણદેવી,ઉદવાડા,કુન્તા અને દહાણુના કુલ 7 યાત્રાળુઓના મોતથી સમગ્ર દેશમાં આઘાતની લાગણી વ્યાપી ગઇ હતી.વલસાડના મહિલા યાત્રાળુ લક્ષ્મીબેન શંકરભાઇ પટેલ પણ આ હુમલામાં મોતને ભેટતા શહેરમાં આતંકવાદીઓ સામે ભારે આક્રોશ ફેલાતા બુધવારે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે સવારમાં આશરે 60% દુકાનદારોએ સ્વયંભુ બંધ પાડ્યું હતું. અને બાકી બચેલી 40% દુકાનો બંધ કરાવવા માટે હિંદુ સંગઠનોના યુવાનો નીકળ્યા હતા. જેમણે તમામ દુકાનો બંધ કરાવી હતી. અને સાંજે 6 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહી હતી. બાદમાં આશરે 45% દુકાનદારોએ દુકાનો ફરી શરુ કરી દીધી હતી.
 
બંધ કરાવવા મુદ્દે રક્જક

વલસાડ સ્ટેડીયમ રોડ સ્થિત ડીલક્સ બુક સ્ટોરના માલિકો દ્વારા સવાર્માજ દુકાન શરુ કરી દીધી હતી. જેને બંધ કરાવવા માટે પહોચેલા હિંદુ સંગઠનોને દુકાનદારે દુકાન બંધ કરવા માટે ઘસીને નાં કહી દેતા મામલો બીચકયો હતો. અને થોડીવાર સંગઠનો દ્વારા સમજાવ્યા બાદ દુકાનદારે દુકાન બંધ કરી હતી.
 
પારડીમાં વેપારીઓની રેલી,બંધ પાળ્યો, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...