તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણથી સપ્લાય બંધ, હવે ટ્રેનમાં મુંબઇથી દારૂની હેરાફેરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: સામાન્ય રીતે સંઘ પ્રદેશ દમણમાંથી આખા ગુજરાતમાં દારૂની સપ્લાય કરાતી હોય છે.જોકે, બારડોલી લઠ્ઠાકાંડ પછી નવા રેન્જ અાઇજીની સૂચનાથી રાજ્યમાં દારૂ ઘુસાડવાનું બૂટલેગરોને ભારે પડી રહ્યું છે. બૂટલેગરો અને ખેપ મારનારા હવે મુંબઇથી કિંમતમાં ભલે મોંઘો હોય પરંતુ દારૂની સપ્લાય કરી રહ્યા છે. આરપીએફની ટીમે ગુજરાત તરફ આવતી ટ્રેનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
કોચીવલ્લી ટ્રેનમાંથી 18 હજારનો દારૂ ઝડપાયો
મહારાષ્ટ્ર વસઇ આરપીએફની ટીમે ગુજરાત તરફ જતી કોચ્ચવલી ટ્રેનના કોચમાંથી અંદાજે 18 હજાર રૂપિયાનો દારૂ ભરેલી બેગ ઝડપી પાડી હતી. આમ હવે બૂટલેગરો ટ્રાવેલિંગ બેગમાં દારૂ ભરીને રાજ્યના જુદા જુદા શહેરમાં દારૂ ઠાલવી રહ્યા છે. હવે વાપી આરપીએફ અને જીઆરપીની ટીમ મુંબઇ તરફથી આવતી ટ્રેનમાં પણ ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત હવે ખેપિયાઓ શરીરે સેલો ટેપથી દારૂ બાંધીને પણ દારૂ લઇ જઇ રહ્યા છે. આરપીએફની ટીમે મંગળવારે આ રીતે શરીરે દારૂ બાંધીને લઇ જનારા વલસાડ ધોબીવાડના એક ખેપિયાની અટક કરી હતી.
અન્ય સમાચારો પણ છે...