• Gujarati News
  • MLA's Brother Of Grazing Pressure On The Issue Of The Hustle

ધારાસભ્યના ભાઇએ ગૌચર પર કરેલા દબાણ મુદ્દે ધમાલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધારાસભ્યના ભાઇએ ગૌચર પર કરેલા દબાણ મુદ્દે ધમાલ
- ગ્રામસભા શરૂ થતાની સાથે જ વિરોધના કારણે મામલો તંગ જણાતા પોલીસ પણ દોડી આવી
- ભરત પટેલે પારનેરા પારડીની સભા છોડી જતા રહેવું પડયું

વલસાડ: વલસાડના પારનેરા પારડી ગામની ગૌચર જમીનમા વલસાડના ધારાસભ્યના ભાઇ દ્વારા કરાયેલા કથીત દબાણના મુદ્દે ગુરૂવારે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ ઉપરાંત દમણગંગા વિભાગના અધિકારી અને સરપંચ મંજુબેન નાયકાની હાજરીમા યોજાયેલી ગ્રામસભા શરૂઆતથીજ વિવાદીત અને તોફાની બની હતી.સભાની શરૂઆતમા જરૂરી મુદ્દાઓની ચર્ચા બાદ માજી સરપંચ રમિલાબેન નાયકા દ્વારા ધારાસભ્યના ભાઇ અને સભ્ય પ્રભાતભઇ પટેલની જમીનની બાજુમા આવેલી ગૈાચરણની જમીન બ્લોક નબર 1113 અને 1118માં કરાયેલા દબાણનો મુદ્દો ઉપસ્થિત કરાતા જ સભામા હલ્લો બોલી ગયો હતો,અને ધારાસભ્ય,તલાટી,સરપંચ ઉપરાંત માજી સરપંચ,તેમના સમર્થકો અને ગ્રામજનો વચ્ચે લગભગ 20 મિનિટ સુધી ઉગ્ર વિવાદ થતા વાતાવરણ તોફાની બન્યંુ હતુ.

જેને જોતાજ ધારાસભ્ય ભરત પટેલ સભા છોડી ચાલ્યા ગયા હતા,ત્યારબાદ તલાટી અને હાજર અધિકારીઓએ સભાને પૂર્ણ જાહેર કરી દેતા રજુઆતો કરવા આવેલા અન્ય ગ્રામજનોમા ભારે રોષ વ્યાપી ગયો હતો,જેના પગલે દ્વારા વધતા વિરોધ અને વિવાદના પગલે હાજર રહેલા અધિકારીઓએ ગ્રામસભાને રદ કરી દીધી હતી,જોકે તે અગાઉ હાજર રહેલા ધારાસભ્ય સભા છોડી ચાલ્યા ગયા હતા.ગ્રામસભાને અધવચ્ચેજ રદ કરી દેવાતા પોતાને નડતી સમસ્યાની રજુઆત કરવા આવેલા ગ્રામજનો અને ગૌચર જમીનમા દબાણના મુદ્દે રજુઆત કરનારા માજી મહિલા સરપંચ સહિત ગ્રામજનોમા ભારે આક્રોશ જોવા મળયો હતો.ગ્રામસભા શરૂ થતાની સાથેજ શરૂ થયેલા વિરોધ અને વધતા વિરોધને જોતા થોડા સમય બાદ પોલીસ પણ આવી પહોચી હતી.
પ્રશ્ન કોર્ટમાં હોય ગ્રામસભામાં ઉલ્લેખ ન થઇ શકે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...