મેઘતાંડવ: ઔરંગા ગાંડીતૂર, કપરાડામાં 8 ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ લો પ્રેશર સિસ્ટમ ફંટાતા શુક્રવારે પણ રાજ્ય સહિત વલસાડ જિલ્લાના ઉપરવાસમાં અતિભારે વરસાદનો સિલસિલો જારી રહ્યો હતો.જેની સીધી અસર વલસાડ શહેરને થઇ હતી.કપરાડામાં 3 કલાકમાં 8.05 ઇંચ અને ધરમપુરમાં 4 ઇંચ વરસાદ થતાં ઔરંગાનદી ગાંડીતૂર બની હતી. વલસાડમાં પણ 4 ઇંચ વરસાદ સાથે ઉપરવાસ અને શહેરમાં ઝિંકાયેલા ભારે વરસાદના કારણે કૈલાસ રોડનો પુલ  અને શહેરનો પીચિંગ પુલ ડૂબી  ગયો હતો. આસપાસના નીચાણવાળા કાશ્મીર નગર,દોંડિયા ટેકરાના રહેઠાણ વિસ્તાર,બંદર રોડ,લીલાપોર ચીખલા રોડ અને આસપાસના વિસ્તાર જળબંબાકાર થઇ ગયા હતા.
 
વલસાડના કાશ્મીરનગર, મોગરાવાડી, લીલાપોર ભારે વરસાદ
 
આ વિસ્તારોમાં નદીના પૂરના પાણી પ્રવેશી જતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.મેઘરાજાની તોફાની બેટિંગના બીજા દિવસે પણ ઉપરવાસમાં ધોધમાર વરસાદ થયો હતો.કપરાડા તાલુકામાં બપોરે 12 થી 3 વાગ્યાના ગાળા દરમિયાન3 કલાકમાં જ 8.05 ઇંચ વરસાદ ઝિંકાતા ગ્રામ્ય જનજીવન ઠપ થઇ ગયું હતું.કપરાડા સાથે ધરમપુરમાં દિવસ દરમિયાન 4 ઇંચ વરસાદના પગલે ઔરંગાનદીમાં પૂરના પાણી ધસી આવ્યા હતા.જેને લઇ વલસાડના નીચાણના વિસ્તાર કાશ્મીર નગરમાં 2 થી 3  ફુટ પાણી ભરાઇ ગયા હતા.રહીશોના ઓટલા સુધી પાણી આવી પહોંચતા ગભરાટ ફેલાયો હતો.
 
તમામ તસવીરો ચેતન મેહતા
 
આગળ વધુ વાંચો: લક્ષ્મીનગર, ગ્રીનપાર્ક વિસ્તારમાં જળબંબાકાર
 
અન્ય સમાચારો પણ છે...