તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'અંધાધૂંધ ફાયરિંગને કારણે બસ ચલાવતાં ચલાવતાં મારા પગ ધ્રૂજતાં હતાં'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર સોમવારે રાતે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સાત ગુજરાતીઓના મોત થયા હતાં જ્યારે ગુજરાત અને સમગ્ર દેશમાં આ હુમલાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. આ હુમલો થયો ત્યારે બસના ડ્રાઇવરની હિંમતને કારણે અન્ય પ્રવાસીઓના જીવ બચી ગયા હતા.

બસ કોણ હાંકતું હતું? હર્ષ  કે સલીમ?

ત્રાસવાદીનો ભોગ બનેલી બસ હર્ષ દેસાઈ ચલાવતો હોવાના અહેવાલ પણ આવ્યા હતા. જો કે સલીમ શેખે તે બસ ચલાવતો હોવાનું જણાવ્યું છે. એવું કહેવાય છે કે હર્ષ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહીં હોવાથી તે બસ ચલાવતો હોવા છતાં હવે કંઈ બોલવા તૈયાર નથી. સલીમ તેની બાજુમાં બેઠો હતો.

સલીમ મિર્ઝાએ ફોન કરી તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું

વલસાડથી અમરનાથ યાત્રાએ નીકળેલી બસના ડ્રાઇવર સલીમ મિર્ઝાએ ગઈ કાલે રાતે સાડા નવ વાગ્યા આસપાસ પોતાના કઝિન જાવેદને ફોન કર્યો હતો અને સાડા આઠ વાગ્યે તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાતે સાડા આઠે બસ લઈને નીકળ્યો ત્યારે ખૂબ જોરથી અવાજ આવ્યો. મારી બસના સાઇડ ગ્લાસ પાસેથી ઝડપથી કંઇક પસાર થયું ને મારી ગાડીનો કાચ ફૂટી ગયો.

આથી હું સમજી ગયો કે ફાયરિંગ થયું છે. પરંતુ હું રોકાયો નહીં. જો રોકાઇ જતો તો, તો મોટી અનહોની થઈ જાત. તેઓ અંધાધૂધ ફાયરિંગ કરી રહ્યા હતા. દિવાળીના ફટાકડાનો અવાજ આવે તેવી રીતે ગોળીઓ છૂટી રહી હતી. આમ છતા હું રોકાયો નહીં. ફાયરિંગ થતાં હું બસમાં નીચે નમી ગયો, જેથી હું બચી ગયો. જેને કારણે મને બહુ ઓછું દેખાતું હતું.

આમને આમ બસ ચલાવતો રહ્યો અને સુરક્ષિત જગ્યા આવ્યા પછી જ ઊભો રહ્યો. આ પછી બધાનો સંપર્ક કરીને જાણ કરી. તેણે જણાવ્યું હતું કે, મારા પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ હિંમત ન હાર્યો અને બસ ચલાવે રાખી. જોકે, પાંચ-છ લોકોના જીવ ગયા, પરંતુ બીજા લોકોના જીવ બચી ગયા. આઠ-નવ વર્ષથી હું અમરનાથ જાઉં છું, પરંતુ મારી સાથે આવું પહેલીવાર બન્યું.
 
જમણી તરફથી હુમલો થયો હતો
 
પંચર બનાવ્યા બાદ અમારી બસ એકલી પડી ગઇ હતી.અનંતનાગ પહોંચતા પહેલા અચાનક જમણી તરફથી અવાજ આવ્યો જેમાં પહેલા પથ્થરમારો થયો હોય એમ લાગ્યું હતું.પરંતુ બાદમાં આતંકી હુમલો હોવાની જાણ થતા જ તુરંત મેં બસ હંકારી દીધી હતી. 3 થી 4 કિમી બાદ એક સૈન્ય છાવણી દેખાતા ત્યાં બસ થોભાવી દીધી હતી. જ્યાં સૈન્યના જવાનોએ અમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. -સલીમ શેખ, બસનો ડ્રાઈવર
 
આગળ વાંચો, ગોળીબાર થતાં મગજ સુન મારી ગયું : હર્ષ દેસાઇ
અન્ય સમાચારો પણ છે...