મામલતદારે કરી લાલ આંખ, ગેરકાયદે ઝિંગા તળાવો દૂર કરવા અલ્ટિમેટમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના કાંઠાના ગામોમાં ગેરકાયદે ઝિંગાના તોતિંગ તળાવોનો મામલો ગંભીર બન્યો છે. સ્થાનિકોના ભારે વિરોધના પગલે સરકારી જમીન અને ખાનગી જમીનોમાં ઝિંગા ઉછેર માટે ગેરકાયદે તાણી બાંધેલા તળાવોમાં ઝિંગા ઉછેરની પ્રવૃત્તિને રહેણાંક વિસ્તારોમાં ફેલાતા પ્રદૂષિત પાણીથી પર્યાવરણને જોખમ ઉભું થયું છે. આ સાથે મહાકાય વોટર પંપો લગાવી ભૂગર્ભના પાણી ખેંચી ઝિંગાના તળાવોમાં સંગ્રહ કરવામાં આવતા લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. મામલતદારે આ મામલે અલ્ટિમેટમ આપતા ઝિંગા ઉછેર માટે ગેરકાયદે તળાવો બનાવનારા કેટલાક માથાભારે તત્ત્વોમાં ફફડાટ પેસી ગયો છે.

કાંઠા વિસ્તારમાં ઝિંગા પ્રવૃત્તિથી પ્રદૂષણ ફેલાય છે

વલસાડ તાલુકાના કાંઠાના ભદેલીજગાલાલા,છરવાડા,ધરાસણા,ઉંટડી,માલવણ,કકવાડી દાંતી,દાંડી થતા ભાગલ જેવા ગામોમાં માથાભારે વ્યક્તિઓએ સરકારની માલિકીની તેમજ ખાનગી જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદે ઝિંગાના તળાવો ઊભા કરી દીધાં છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલમા અવરોધ થતા ખેતીનો પાક નિષ્ફળ જતા આ ગામોના ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.

આડેધડ રીતે ઊભા કરાયેલા તળાવોમાં ઝિંગાના ઉછેર માટે જમીનમાં બોરિંગ અને મોટા કુવા બનાવી ભૂગર્ભના પાણી વોટર પંપથી ઉલેચી તળાવોમાં સંગ્રહ કરવાની રાતદિવસ પ્રવૃત્તિ પણ ચાલી રહી છે.જેેને લઇ કુદરતી પાણીના સ્ત્રોતને વિપરીત અસર પહોંચી રહી છે. ઝિંગા ઉછેરથી પ્રદૂષિત પાણી પર્યાવરણ માટે જોખમરૂપ સ્થિતિ સર્જાઇ છે.

તળાવો 2 દિવસમાં દૂર કરવા પડશે

આ વિસ્તારના તમામ ગેરકાયદે તળાવો દૂર કરવા મામલતદાર અે.એમ.ખલાસીએ જાહેર નોટિસ ફટકારી છે.જેમાં કેટલાક માથાભારે તત્ત્વો દ્વારા બનાવાયેલા આવા ગેરકાયદે તળાવોથી અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી હોવાની વ્યાપક ફરિયાદ ગામલોકો દ્વારા કરાઇ હોવાનું જણાવ્યું છે.જાહેર હિતમાં આ તળાવો 2 દિવસમાં દૂર કરવા નોટિસમાં અલ્ટિમેટમ અપાયું છે.
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કલેકટરમાં અને ચેન્નઇ અોથોરિટીમાં રજિસ્ટ્રેશન નથી....
અન્ય સમાચારો પણ છે...