તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીની આજ્ઞાથી સંપન્ન કરી, 9 મંદિરોમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના અરબી સમુદ્રના સૌંદર્યથી છલકાતા તિથલ દરિયા કાંઠે આવેલા બાપ્સ સ્વામીનારાયણ મંદિરે મંગળવારથી હરિભકતોને સત્સંગનો લાભ આપી રહેલા મહંત સ્વામી મહારાજે શનિવારે સુરત જવા વિદાય લીધી હતી. તે પહેલા સ્વામીએ પ્રાત:કાળની આરતી કરી ભગવાનની પૂજા અર્ચના કરી હતી. જેમાં તેમણે સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ સાથે તેમણે જિલ્લામાં મંદિરોમાં સ્થાપના થવાની છે તેવા 9 મંદિરોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

મહંત સ્વામીએ સ્વામીનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરી

વલસાડ જિલ્લાને છેલ્લા ચાર દિવસથી ધર્મલાભ આપવા માટે પધારેલા બાપ્સ સંપ્રદાયના વડા ધર્મગુરૂ મહંત સ્વામી મહારાજે 22 નવેમ્બરે વલસાડના તિથલ સ્થિત સ્વામીનારાયણ મંદિરે આગમન કરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મહંત સ્વામીએ સ્વામીનારાયણ મંદિરની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સંપન્ન કરી વલસાડ જિલ્લાના વનવાસી વિસ્તારોમાં ફરીને અનેકના જીવનમાં ધર્મ ભક્તિ દઢ્ કરાવી છે. ગુરૂપદે બિરાજ્ય બાદ તિથલ મંદિરની તેમની પ્રથમ મુલાકાત હોવાથી ભક્તોએ ચાર દિવસ સુધી તેમની સાંન્નિધ્યમા ધન્યતા અનુભવી હતી.

મહંત સ્વામીએ સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી

શનિવારે મહંતસ્વામીએ પ્રાત:કાળની શણગાર આરતી કરી સૌની સુખાકારી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.જિલ્લાના જે મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તેવા 9 મંદિરોની મૂર્તિની વૈદિક પૂજનઅર્ચન કરી પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. સવારે 10.30 વાગ્યે તેઓ સુરત ખાતે 27 નવેમ્બરથી શરૂ થતા 10 દિવસીય પ્રમુખ સ્વામી મહારાજના 96માં જન્મજયંતિ મહોત્સવના ઉદઘાટન માટે રવાના થયા હતા.
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...