તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: ટ્રેનોમાં થાય છે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસનો મોટો હપ્તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: દમણથી નવસારી અને સુરતમાં દારૂની હેરાફેરીમાં છેલ્લા કેટલાક સમયથી રેલવે જીવાદોરી સમાન બની છે. ટ્રેનોમાં રોજ હજારો ના દારૂની હેરફેર થઇ રહી છે. જેમાં ખાસ કરીને હલકી કક્ષાના દારૂની મોટી હેરફેર થઇ રહી છે. સવારની મેમુથી લઇ સાંજની ફ્લાઇંગ રાની સુધી 20 થી વધુ બુટલેગરો રેલવે પોલીસના ગજવા ભરી હજારો ના દારૂની હેરફેર કરી રહ્યા છે.
રેલવે પોલીસની રહેમ નજર તળે ટ્રેનોમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી
દમણિયો દારૂ વાપી સ્ટેશનથી સુરત તરફ જતી અનેક ટ્રેનોમાં ચઢે છે. આ દારૂને સુરત, વડોદરા સુધી પહોંચાડવાનું સુઆયોજીત તંત્ર ચાલી રહ્યું છે. જેમાં રેલવે પોલીસને મહિને 4 લાખથી વધુનો હપ્તો પહોંચી રહ્યો છે. રેલવેમાં દારૂની બદી એટલે હદ સુધી વકરી છે કે, બુટલેગરો મોટા મોટા બોક્સમાં દારૂ લઇ મુસાફરોની જગ્યા રોકી રાખે છે. જેમને અટકાવવાના બદલે રેલવે પોલીસ ખુલ્લેઆમ હપ્તા લેતા જોવા મળી રહ્યા છે. રેલવે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે તેમણે 740 થી વધુ કેસ કર્યા છે. તેમજ તેમના ચોપડે 22 જેટલા બુટલેગરોને લિસ્ટમાં લેવાયા છે. છતાં રોજ બરોજ ટ્રેનમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરીને અટકાવવામાં રેલવે પોલીસ કેમ નબળી પડે છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વાપીથી લઇ સુરત સુધીની રેલવે પોલીસનો મોટો હપ્તો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...