તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો: લોકોએ કરી તોડફોડ, ઘટનાસ્થળે દોડી પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના ઘડોઇ ગામે જલારામ મંદિર નજીક જલારામ ચોક ખાતે મંદિરથી નવીનગરી તરફ જતો પંચાયતનો રસ્તો બની રહ્યો હતો. જેનુ કામ ચાલી રહ્યું હતું. જે તે સમયે જલારામ મંદિર નજીક બેસતા કેટલાક ઇસમોએ એક દિવસ અગાઉ કામ અટકાવવાના પ્રયત્નો કર્યા હતા. કામ કરી રહેલા ટ્રકના ડ્રાઇવરને પણ માર માર્યો હતો. જેમાં ઘડોઇ ગામના અને જલારામ ચોકના ઇસમો સામસામે આવી ગયા હતા.

જલારામ ચોકના કેટલાક ઇસમોએ પથ્થરમારો કર્યો

જોકે, ઘડોઇ ગામના સરપંચના પતિ એ બંને ઇસમો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જેને ધ્યાને રાખી ગુરૂવારે જલારામ મંદિર નજીક રસ્તો બનાવવા માટે કપચીનો જે ઢગ કરાયો હતો. એ ઢગમાંથી પથ્થરો ઉંચકી કેટલાક ઇસમોએ પથ્થરમારો શરૂ કરતા જેના જવાબમાં જલારામ ચોકના પણ કેટલાક ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા ઇસમોને પણ ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

હિતેન્દ્ર પટેલ જે સ્કૂલ ફળિયા ઘડોઇ ખાતે જ રહે છે. જલારામ મંદિરમાં  દર્શનાર્થે ગયા હતા. બહાર નીકળતા તેમની ગાડીને નુકસાન થયેલુ જોતા તેઓ પોતાની ગાડી બચાવવા ગયા હતા. ટોળાંએ હિતેન્દ્ર પટેલને પણ માર માર્યો હતો. રસ્તાની એક તરફથી પસાર થઇ રહેલા હર્ષા નીતિન પટેલ રહે. પટેલ ફળિયુ, ઘડોઇને પણ પથ્થર વાગતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, મે યુવાનોને અટકાવ્યા પરંતુ ન અટકયા....
અન્ય સમાચારો પણ છે...