તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: ઔરંગા પટ પર પાળાનાં અભાવે જમીનનું વ્યાપક ધોવાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ શહેરનાં મધ્યેથી વહેતી ઔરંગાનદી ભારે વરસાદનાં દિવસોમાં શહેરીજનો માટે ભયજનક બની જાય છે. આ નદીની સપાટી ઊંચી આવી જતાં પટ વિસ્તારની જમીનનું વર્ષોથી ધોવાણ થઇ રહ્યું છે. ધીમે ધીમે નદીનાં કિનારો 50 ફુટથી વધુ અંતર સુધી આગળ આવી ગયો છે. પરિણામે ચોમાસામાં રેલનાં પાણી શહેરનાં નીચાણવાળા અને તટીય વિસ્તારમાં પાણી ભરાય જતાં ભારે નુકસાન ભોગવવું પડે છે. તેમ છતાં તંત્ર દ્વારા ધોવાણ અટકાવવા માટે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ચોમાસામાં પટ વિસ્તારનાં લોકોને રેલનાં ભયનો સામનો કરવો પડી રહ્યો છે.ત્રણ વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર સુધી પાળા યોજના અંગે રજૂઆતો થઇ હતી,પરંતુ આ પ્રશ્ને નિરાકરણ ન આવતા ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
શહેરનાં ઉત્તર છેડે આવેલા કૈલાસ રોડથી વહેતી ઔરંગાનદી લીલાપોર,હનુભાનભાગડાથી ભદેલી થઇ હિગરાજમાં અરબી સમુદ્રને મળે છે.આ નદી તાન અને માન નદીમાંથી નિકળી વલસાડ શહેરનાં મધ્યેથી વહેતી હોવાથી ચોમાસામાં પુરનાં સંજોગોમાં શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં ધસમસતા પાણી ભરાઇ જાય છે. નદી કિનારાનાં વસવાટો, તરિયાવાળ,બંદરરોડ,હનુમાનભાગડા અને ભદેલીનાં પટ વિસ્તારોનાં લોકો રાતમધરાત રેલનાં પાણી ભરાતાં મુશ્કેલીમાં મૂ્કાય છે. આ ઉપરાંત ભદેલીનાં ખેડૂતોની નદીનાં ઉત્તરે લાગૂ ખેતીલાયક જમીન પણ નદીમાં આવતી દરિયાઇ ભરતીનાં કારણે ખારાશવાળી બની જતાં બિનફળદ્રુપ થઇ રહી છે. આ નદીનાં ભારે વેગ સાથેનાં વહેણનાં કારણે કિનારાનું સતત ધોવાણ થઇ રહ્યું છે.
લીલાપોર અને વલસાડ શહેર વચ્ચેથી નદી પસાર થતી હોવાથી આ વિસ્તારની તટની જમીન ધોવાતા રહેણાંક વિસ્તાર સુધી નદીનાં પાણી પ્રવેશી જતાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ જાય છે.હંનદી પાસે આવેલી કાશ્મીરનગર વસાહતમાં રહેતા દોઢસોથી વધુ કુટંુબોને ચોમાસામાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. જેમને વલસાડપારડીની પ્રાથમિક શાળામાં અાશ્રય આપી ફુડ પેકેટ આપવા પડે છે. તરિયાવાળથી બંદર રોડ સુધીનાં પટ્ટામાં રહેતા લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાઇ જતાં રાહતનાં પગલા લેવાની નોબત આવે છે. સરકાર દ્વારા ઔરંગાનદીનાં કિનારાની જમીનનું ધોવાણ અટકાવવા માટે કોઇ નક્કર કાર્યવાહી ન કરતા દિનપ્રતિદિન ધોવાણની માત્રા વધતાં લોકો ચિંતામાં મૂકાયા છે.
વલસાડ શહેરનાં આ વિસ્તારોમાં મુખ્ય અસરગ્રસ્ત
શહેરનાં વચ્ચેથી પસાર થતી ઔરંગા નદીમાં ચોમાસામાં અઆવતા પૂરનાં પાણીને લઇ છીપવાડ ,વલસાડ પારડી અને તરીયાવાડ, કાશ્મીરનગર, કૈલાસરોડની તટને લાગૂ જમીનનુ સતત ધોવાણ થતાં આ વિસ્તારો અસર ગ્રસ્ત બની જાય છે. તંત્રને પૂરની પરિસ્થિતિમાં લોકોનાં ઘરો અને સોસાયટીઓમાં પાણી ભરાતા રાહતની કામગીરીમાં જોતરાવું પડે છે.
ઔરંગાનાં ડ્રેજિંગનો પણ વિકલ્પ
વલસાડના શહેરનાં મધ્યેથી ‌વહેતી ઔરંગા નદીમાં રેલનાં પાણી ચોમાસામાં આવવાનાં સંજોગો રહે છે. જેને લઇ જમીનનું ધોવાણ થાય છે. જેથી જામેલો કાંપનો થર દૂર કરવા માટે ડ્રેજિંગ થાય તો નદી ઊંડી થતાં તેના ઉભરાવાની શક્યતા ઘટે છે. ડ્રેજિંગ માટે સરકારમાં રજૂઆતો પણ થઇ છે. - સોનલ સોલંકી,પ્રમુખ,વલસાડ નગરપાલિકા
આ અંગે વધુ વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો