તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: જેલનો અભાવ, કેદીઓ પાછળ વર્ષે રૂ.50 લાખનો ખર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વલસાડ જિલ્લાના 15થી વધુ પોલીસ સ્ટેશનોમાં ઝડપાતાં આરોપી પૈકી કેટલાક મોટા કેસના આરોપીઓને રોજ સબજેલમાં ખસેડવામાં આવે છે. પરંતુ સબજેલના અભાવે ગુનેગારોને ઉમરગામ પોલીસ સ્ટેશનથી નવસારી જબજેલ કે સુરત લાજપોર જેલમાં લઇ જવામાં આવે છે. રોજ સરેરાશ 100 કિલોમીટર સુધી પોલીસ આરોપીઓને સબજેલમાં મુકવા જાય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં આરોપીઓને સબજેલમાં લઇ જવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો છે, આમ છતાં હજુ વલસાડ જિલ્લામાં સબજેલનું નિર્માણ કરવામાં આવ્યું નથી. જેના કારણે પોલીસની હાલત પણ કફોડી બની છે.
ટ્રાવેલિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો છતાં પણ સબજેલનું નિર્માણ થઇ શકયું નથી

વર્ષો પહેલા રાજાશાહી વખતથી વલસાડ જિલ્લામાં ઉમરગામ,પારડી અને ધરમપુરમાં કેદીઓ માટે સબજેલ હતી, પરંતુ હાલ પારડી ખાતે લાંબા સમયથી સબજેલ બંધ થઇ ગઇ છે. જયારે ધરમપુર અને ઉમરગામમાં વધારે કેદીઓ રહી શકે તેવી ક્ષમતા નથી. વલસાડમાં જૂની મામલતદાર કચેરી પરિસરમાં આવેલી સબજેલ તોડી પડાયા બાદ નવી મામલતદાર ઓફિસ બની ચુકી છે. પરંતુ નવી સબજેલ બનાવામાં આવી નથી. જિલ્લામાં હાલ એક પણ સબજેલ ન હોવાથી તમામ પ્રકારના ગુનેગારો અને આરોપીઓને નવસારી સબજેલમાં રાખવામાં આવી રહયાં છે.

સરેરાશ ૮૦ કેદીઓને કેસની તારીખે જિલ્લાની વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા તથા વાપીની વિવિધ કોર્ટોમાં હાજર રાખવા પડે છે. જે માટે જિલ્લા પોલીસ દ્વારા એમ.ટી. શાખામાંથી બે બસો કેદી જાપ્તા પાર્ટીને ફાળવવામાં આવી છે.ઉમરગામ પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી નવસારી કે સુરતની સબજેલમાં ખસેડવામાં આવે છે. ઉમરગામથી નવસારી સબજેલનું અંતર સરેરાશ100 કિ.મી. તથા અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનથી સુરત લાજપોર જબજેલનું અંતર પણ 100 કિ.મી. જેટલું થાય છે. જેના કારણે પોલીસે રોજ 100 કિ.મી સુધી આરોપીને સબજેલમાં મુકવા જાય છે. કેદીઓને આ રીતે વલસાડ જિલ્લામાંથી નવસારી કે સુરત જિલ્લાની જેલમાં મોકલવવા પાછળ લાખોના ખર્ચેની સાથે પોલીસ કર્મીઓનો સમય પણ વેડફાય છે. ઉપરાંત કેદીઓને આટલે દૂર સુધી લઈ જવામાં જોખમ પણ રહેલું છે.
એટલો ખર્ચ કે અત્યાર સુધીમાં સબજેલ બની ગઇ હોત
નવસારી કે સુરત સબજેલના કેદીઓને ભરીને સવારે વલસાડ લાવવામા આવે છે. ત્યાંથી જિલ્લાની અન્ય કોર્ટોમાં લાવવા-લઇ જવા માટે અન્ય ૪ વાહનો ફાળવવામાં આવે છે. આ સરકારી વાહનોના ડીઝલ પાછળ દૈનિક દશ હજાર પ્રમાણે મહિને 3 લાખ અને વર્ષે ૩6 લાખ રૂપિયાનો ખર્ચ માત્ર ડીઝલ પાછળ થાય છે. આ ઉપરાંત કેદી જાપ્તા પાર્ટીના પી.એસ.આઇ. તથા જમાદારને રૂ. ૧૮૦ પ્રમાણે ટી.એ.ના અને અન્ય પોલીસકર્મીઓને રૂ. ૧૫૦નો ખર્ચ ઉમેરીએ તો સરકારી તિજોરી પર વર્ષે કુલ રૂ.50 લાખનો ખર્ચ થઇ રહયો છે. બે-ત્રણ વર્ષમાં આ ખર્ચ સામે નવી સબજેલ બની જાય છે.સરકારી પૈસાનો વ્યેય થઇ રહયો હોવા છતાં પણ ગંભીરતા દાખવામાં આવતી નથી.
બે વખત પ્રયાસો પરંતુ સફળતા મળી નથી

વલસાડમાં જિલ્લાની જેલ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મગોદ ગામે જમીન સંપાદિત કરાઈ હતી. પરંતુ વિવાદના કારણે આ પ્રોજેકટ સફળ થઇ શકયો ન હતો. ત્યારબાદ પારડી તાલુકાના બાલદા માર્ગ પર જગ્યાનો સરવે કરાયો હતો. તત્કાલિન કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નથી. બે વખત સબજેલના નિર્માણ માટે કવાયત હાથ ધરાઇ હતી, પરંતુ હજુ સુધી સબજેલ કયાં બનાવવી તે નકકી થઇ ચુકયુ નથી.
રોજ 25 જેટલા કેદીઓની અવર-જવર રહે છે
સબજેલના અભાવે રોજના સરેરાશ 20થી 25 કેદીઓની અવર-જવર રહે છે. જેના કારણે પોલીસકર્મીઓની સાથે એડવોકેટને પણ મુશ્કેલી પડતી હોય છે. વલસાડ જિલ્લામાં સબજેલનું નિર્માણ કરવાની તાતી જરૂરિયાત છે. અગાઉ મગોદ ખાતે સબ જેલ બનાવવાની તૈયારી કરાઇ હતી. પરંતુ વિરોધના કારણ બની શકી નથી. નવસારીથી કસ્ટડી લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. - અનિલ ત્રિપાઠી,સરકારી વકીલ,વલસાડ
પોલીસને પણ હેરાનગતિ થઇ રહી છે
સબજેલના અભાવે પોલીસને સૌથી વધારે હેરાનગતિ થઇ રહી છે. કોર્ટમાં તારીખ વખતે લાવવા અને લઇ જવામાં પણ વધારે ખર્ચ થઇ રહયો છે. સબજેલના નિર્માણની પ્રક્રિયા પોલીસ વિભાગ દ્વારા થતી નથી. મામલતદાર કે કલેકટર આ મામલે નિર્ણય લેતાં હોય છે. સબજેલની વલસાડ જિલ્લામાં તાતી જરૂરિયાત છે.કારણ કે નવસારી કે સુરતથી કેદીઓને લાવવા- લઇ જવામાં આરોપી ભાગી જવાનો પણ ડર રહતો હોય છે. - પ્રેમવીરસિંહ,ડીએસપી,વલસાડ


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો