તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: હજ્જારો કાવડિયાના ‘બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યું, નીકળી ભવ્ય રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી શહેરના મુખ્ય માર્ગો રવિવારે જાણે કે ભગવા રંગથી રંગાયા હતા જ્યારે એક સાથે હજ્જારોની સંખ્યામાં કાવડ યાત્રીઓ બમ બમ ભોલેના નાદ સાથે નીકળ્યા હતા. વાપી ટાઉન સ્થિત કુંભારવાડમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી કાવડ યાત્રીઓ ઉમરગામના સંજાણ સ્થિત મહાદેવ મંદિરે જલાભિષેક માટે રવાના થયા હતા.
વાપી શાકભાજી માર્કેટ વેપારી એસોસિએસનના નેજા હેઠળ રવિવારે સંયોજક મુકેશ તિવારીની અધ્યક્ષતામાં ભવ્ય કાવડ યાત્રા કાઢવામાં અાવી હતી. કાવડ યાત્રીઓને શુભ કામના આપવા માટે પારડી વિભાગના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટના પપ્પુભાઇ તિવારી, ઉત્તર ભારતીય સંઘ તથા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ મુકેશસિંહ ઠાકુર, વાપી શહેર ભાજપ પ્રમુખ મિતેશ દેસાઇ પણ પહોંચ્યા હતા.
જ્યારે કાવડ યાત્રાના આયોજન પાછળ મનોજ ઠાકુર તથા મુન્ના લલતાપ્રસાદ જયસ્વાલે જહેમત ઉઠાવી હતી. આ કાવડ યાત્રા વાપી ટાઉનના મુખ્ય માર્ગ ઉપર ફરી ચલા ગોલ્ડ કોઇન થઇને ઓવર બ્રિજ થઇને ઉમરગામના સંજાણ હુમરણ ખાતે પહોંચશે. મળતી માહિતી મુજબ રવિવારે રાત્રીએ સંજાણ ખાતે ભજન કિર્તિનનો કાર્યક્રમ બાદ વહેલી સવારે કાવડ યાત્રીઓ શીવલંગને જલાભિષેક કરશેે. ઉલ્લેખનીય છે કે, વાપી શાકભાજી વેપારી એસોસિએસનના નેજા હેઠળ ઘણાં વર્ષોથી આ કાવડ યાત્રા કાઢવામાં આવી રહી છે. કાવડ યાત્રાના સંયોજક મુકેશ તિવારીના જણાવ્યા મુજબ અંદાજે 05 હજાર કાવડ યાત્રીઅો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો