તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળમજૂરી કાર્યક્રમ ભાજપનો ગુણાનુવાદ બન્યો, સંસદીય સચિવ પુર્ણેશ મોદી ભટક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ બાઈ આવાબાઇ હાઈસ્કુલનાં વાડિયા હોલ ખાતે બુધવારે આઝાદ બાળપણની દિશામાં સહિયારી કુચ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા અને અધ્યક્ષ તરીકે રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના સંસદીય સચિવ પુર્ણેશ મોદી આમંત્રિત હતા.પરંતુ સંસદીય સચિવ વક્તવ્યના શરૂઆતથી જ ભાજપ દ્વારા કરાયેલા કામોની ગાથા ગાવા મંડાતા મુખ્ય મુદ્દાથી તેઓ ભટકી ગયા હતા.જેને પગલે વાડીયા હોલમાં ગોઠવાયેલી અડધાથી વધુ ખુરશીઓ ખાલી થઇ ગઈ હતી. બાઈ આવાંબાઇના વાડિયા હોલમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ અને ફેકટરીઓમાં બાળમજૂરીનું નાબૂદ કરવાનું હતું. જેમાં આમંત્રિત તમામ વેપારી આલમને બાળ મજુરી થતી અટકાવવા માટે તેમણે શું પગલા લેવાના એ અંગે માર્ગદર્શન આપવા માટે આયોજિત કરાયો હતો.
ભાજપના કામોનું ગુણગાન કરાતા વેપારીઓને વડાપ્રધાન મોદીના ચૂંટણીના ભાષણોની યાદ આવી ગઇ હતી

તેમજ બાળકો કેટલા જોખમી કામ કરતા હોય છે અને એમને ત્યાંથી કઈ રીતે છોડાવવા અને તેમનું ભવિષ્ય કઈ રીતે સુધારી શકાય એ તમામ વાતોથી વાકેફ કરાવવા માટે વેપારી આલમને આમંત્રિત કરાયા હતા. જેમાં મહદઅંશે વલસાડના શ્રમ અધિકારી સફળ રહ્યા હતા. પરંતુ સંસદીય સચિવ કે જેઓ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા અને મુખ્ય વક્તા હતા તેઓ આ તમામ મુદ્દાથી ભટકી ગયા હતા. સંસદીય સચિવ પુર્ણેશ મોદીના વક્તવ્યની શરૂઆત ભાજપે કરેલા કામોના ગુણગાનથી શરૂ થઇ હતી. આવનારા દિવસોમાં ભાજપ દ્વારા કયા પ્રકારના નવા કામો થનાર છે એ અંગેની વાતો સંસદીય સચિવે કરી હતી.જયારે મુખ્ય મુદ્દાની વાતો તેમણે તેમના વક્તવ્યમાં માત્ર 5 મિનીટ જ કરી હતી.

ભાજપ દ્વારા ચાલી રહેલા ગરીબ કલ્યાણ મેળાની વાતો સંભાળીને આમંત્રિત વેપારી વર્ગને કાર્યક્રમ બાળ મજૂરીનો નહિ પરંતુ ભાજપનો હોય એ પ્રકારની અનુભૂતિ થઇ હતી. કોઈ સરકારી કાર્યક્રમમાં પણ પક્ષની વાતો સાંભળી વેપારી વર્ગને ચૂંટણીના ભાષણોની યાદ આવી ગઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.જેના કારણે સંસદીય સચિવ પુર્ણેશ મોદીના વક્તવ્ય બાદ વેપારીઓ ખુરશી છોડી હોલમાંથી ભાગ્યા હતા.
અમારો સમય બગડ્યાનો અનુભવ થયો
એક વેપારીએ જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત બાળ મજૂરીની વાતોથી થઇ હતી. અને અમારે પણ એ અંગે જાણકારી મેળવવાની હતી. પરંતુ મુખ્ય વક્તા જે આવ્યા હતા તેમના વક્તવ્યમાં પક્ષ દ્વારા થયેલા કામોની યાદી વધારે હતી. જે ખરેખર અમારો સમય બગડ્યાનો અનુભવ કરાવતું હતું.
અન્ય સમાચારો પણ છે...