તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતત બીજા દિવસે ITનો તરખાટ: દમણના બાર એન્ડ રેસ્ટોરન્ટ પર સકંજો કસ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી/ વલસાડ: વાપી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાનું સરવેનું શસ્ત્ર ઉગામી અનેક સ્થળોએ સરવે શરૂ કર્યો છે. જેમાં રોડ કોન્ટ્રાક્ટર, છત્રી ઉત્પાદક અને દમણના બાર એન્ડ રેસ્ટોરન્ટને પોતાના સકંજામાં લીધા છે. ત્યારે વાપી બાદ વલસાડ વિભાગ દ્વારા પણ સરવેનું શસ્ત્ર ઉગામાયું છે. વલસાડ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં આઇટી દ્વારા શહેરના બે કોન્ટ્રાક્ટરોને પોતાના સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ આઇટીની આ એક્શનથી શહેરના અન્ય મોટા કરદાતાઓ અને બિલ્ડરોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

સુરત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે છત્રી ઉત્પાદકોને ત્યાં દરોડો પાડ્યો

સુરત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા છત્રી ઉત્પાદકોને ત્યાં દરોડો પાડ્યો હતો. જેમાં વાપી ઇન્વેસ્ટીગેશન વિંગે ઉમરગામની સિટીઝન અમ્બ્રેલાને ત્યાં સરવે હાથ ધર્યો હતો. આ સરવેને દેશ વ્યાપી પાડ્યો છે. જેમાં તેમની મુંબઇ, કલકત્તાની ફેક્ટરી તેમજ ફેક્ટરીના સંચાલકોને ત્યાં પણ આઇટીએ તપાસ હાથ ધરી હતી. તેમના આ દરોડા શનિવારે પણ યથાવત રહ્યા હતા.

વાપી વિભાગે બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સરવે હાથ ધર્યો

છત્રી ઉત્પાદકને ત્યાં સર્ચની કામગીરી હજુ યથાવત હતી, ત્યારે વાપી વિભાગે બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સરવે હાથ ધર્યો હતો. જેમાં તેમના દ્વારા પટેલ દા ધાબા, રોયલ ગાર્ડન અને પ્રિન્સ વાઇનમાં સરવે આરંભ્યો હતો. શુક્રવારે હાથ ધરેલો આ સરવે શનિવારે પણ યથાવત રહ્યો હતો. જેને લઇ સમગ્ર દમણ અને વાપી વલસાડ જિલ્લામાં તેની ભારે ચર્ચા ચાલી હતી. દાભેલના આ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ખાસ કરીને વાપીના શરાબ રસિયાઓ જતાં હોય આ સરવેની અસર વાપીમાં પણ જોવા મળી છે. વાપીના મોટા કરતાતાઓમાં આ સરવેને પગલે ફફડાટ ફેલાઇ ગયો છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, દરોડાના પગલે વેબસાઇટ બંધ, કોમર્સિયલ કોમ્પલેક્ષમાં આઇટીનું આ પ્રથમ ઓપરેશન

તસવીરો - ચેતન મહેતા, વલસાડઅન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો